જામનગરના ધારાસભ્ય શ્રી રીવાબા જાડેજા મૂળ આ ગામના વતની છે, આ રીતે રાજકારણમાં કરી એન્ટ્રી, લગન પહેલા હતું આવું જીવન….જાણો વિગતે

ગુજરાતના લોકપ્રીય ક્રિકેટર રવિન્દ્ર જાડેજા અને તેમના ધર્મ પત્ની રિવાબા જાડેજા હાલમાં સોશિયલ મીડિયા પર ખુબ જ ચર્ચામાં છે, ત્યારે આજે પણે રિવાબા જાડેજાના અંગત જીવનથી લઇને રાજકીય કારકિર્દી વિષે જાણીશું. રિવાબા જાડેજાના જીવનમાં ત્યારે વળાંક આવ્યો, જ્યારે તેઓ ભાજપમાં જોડાયા અને ત્યારબાદ તેમણે જનસેવાના કાર્ય કર્યા અને જામગરના લોકોમાં ખુબ જ લોકપ્રિયતા મેળવી. વર્ષ 2022ની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ પાર્ટીએ અનેક નવા ચહેરાઓને ટિકિટ આપી, જેમાં રિવાબા જાડેજાનું નામ સામેલ હતું.

Screenshot 2024 02 16 13 37 06 50 1c337646f29875672b5a61192b9010f9

વર્ષ 2019માં ભાજપમાં જોડાયા અને ત્યારબાદ ટૂંકાગાળાની રાજકીય સફરમાં જ રિવાબાએ પોતાના કાર્ય થકી ભાજપ પાર્ટીના ઉત્તમ નેતા તરીકેની છબી બનાવીને ટિકિટ મેળવી, ચાલો ત્યારે અમે આપને જણાવીએ કે રિવાબા જાડેજાનું અંગત જીવન અને રાજકીય જીવન કેવું છે?

Screenshot 2024 02 16 13 34 15 35 1c337646f29875672b5a61192b9010f9

રિવાબા મૂળ રાજકોટના રહેવાસી છે, તેમનો જન્મ 2 નવેમ્બર 1990ના રોજ થયો છે. રીવાબા પિતા હરદેવસિંહ સોલંકી અને માતા પ્રફૂલ્લાબાના એક માત્ર સંતાન છે.તેના પિતા એક બિઝનેસમેન છે.રીવાબાના માતા પ્રફૂલ્લાબા રાજકોટ રેલવેમાં ફરજ બજાવી રહ્યા છે. રિવાબાએ દિલ્હીમાંથી મિકેનિકલ એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો હતો.તેને આ અભ્યાસ પૂર્ણ કર્યા બાદ સામાજિક કાર્યોમાં સક્રિય થયા હતાં.ગુજરાતી સહિત અંગ્રેજી પર તેનું સારું એવું પ્રભુત્વ છે. પોતાની કેરિયરને સિવિલ સર્વિસમાં બનાવવા માંગતા હતા પણ વિધાતા એ કઈક બીજા લેખ લખ્યા હશે.

Screenshot 2024 02 16 13 35 19 73 1c337646f29875672b5a61192b9010f9

રિવાબાના લગ્ન 2016માં ક્રિકેટર રવિન્દ્ર જાડેજા સાથે રાજકોટમાં થયાં હતાં.રીવાબાને જાડેજાને સંતાનમાં એક પુત્રી છે, જેનું નામ નિધ્યાનાબા છે. નિધ્યાનાબાનો જન્મ 7 જૂને થયો હતો. રિવાબા જાડેજા રાજકારણમાં આવ્યા તે પહેલા જ રાજપૂત સમુદાયના સંગઠન કરણી સેનાના નેતા રહી ચૂક્યાં છે.લગ્નના થોડા સમય બાદ તેઓ વર્ષ 2019ની લોકસભાની ચૂંટણી બાદ શ્રી નરેન્દ્ર મોદીજી મળ્યા બાદ તેમનાથી પ્રભાવીત થઇને રાજકારણ સાથે જોડાયા હતા.

Screenshot 2024 02 16 13 37 28 38 1c337646f29875672b5a61192b9010f9

ભારતીય જનતા પાર્ટીમાં સભ્ય તરીકે જોડાયા બાદ તેમને પક્ષ અને જનસેવા માટે કાર્ય કર્યા અને આખરે ભારતીય જનતા પાર્ટીએ વર્ષ 2022માં જામનગર વિધાન સભાના ઉમેદરવાર તરીકે પસંદ કર્યા. જામનગર ઉત્તર બેઠક પરથી ભારતીય જનતા પાર્ટી દ્વારા ધમેન્દ્રસિંહ મેરુભા જાડેજા (હકુભા)ની ટિકિટ કાપીને તેમની જગ્યાએ રવિન્દ્ર જાડેજાના પત્ની રીવાબા જાડેજાને ટિકિટ આપવામાં આવી હતી.

Screenshot 2024 02 16 13 33 46 79 1c337646f29875672b5a61192b9010f9

વર્ષ 2022ની વિધાન સભાની ચૂંટણીમાં રિવાબા જાડેજાની ભવ્ય રીતે જીત થઈ અને ભારતીય જનતા પાર્ટીએ ગુજરાતમાં 156 સીટ મેળવી. આજે રિવાબા જામનગર વિધાનસભાના ધારાસભ્ય તરીકે પોતાની જવાબદારી નિભાવી રહ્યા છે, રીવાબા જાડેજાનું વ્યક્તિત્વ એકદમ સરળ અને સાદગીપૂર્ણ છે.

Screenshot 2024 02 16 13 38 00 40 1c337646f29875672b5a61192b9010f9

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *