નાની એવી ઢીંગલીને મમ્મીએ પૂછ્યું કે તું ક્યાંથી આવી તો એવો જવાબ આપ્યો કે સાંભળીને તમે હસવું નહીં રોકી શકો, જુઓ વિડીયો

સોશિયલ મીડિયામાં બાળકોના (Social media) ખૂબ જ રમૂજી વિડીયો વાયરલ થતા હોય છે, ત્યારે હાલમાં વધુ એક બાળકીનો વિડીયો વાયરલ થયો છે. (viral comedy videos ) આ વીડિયો જોઈને તમે પણ હસવું નહીં રોકી શકો. આ વીડિયો ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરવામાં આવ્યો છે, અને અત્યાર સુધીમાં આ વીડિયો લાખો લોકોએ જોયો છે તેમજ હજારો લોકોએ શેર અને પ્રતિક્રિયાઓ આપી છે.

આ વીડિયોમાં તમે જોઈ શકશો કે નાની એવી બાળકીને તેની માતા સવાલ કરે છે કે તું ક્યાંથી આવી ? આ સવાલ સાંભળીને બાળકી ખૂબ જ માસૂમિયત સાથે જવાબ આપે છે કે હું તો તારા પેટમાંથી આવી છું. આ જવાબ સાંભળીને બાળકીની માતા ફરી સવાલ કરે કે તું આવડી મોટી થોડી મારા પેટમાં સમાઈ જા! બાળકી ફરી ચતુરતા પૂર્વક કહે છે કે હું તો ત્યારે લાડવા (Ladu)જેવડી હતી.

મા દીકરીની આ અટપટી વાતો સાંભળીને તમે હસવું નહીં રોકી શકો. આ મા દીકરીની વાત અહીંયાંથી જ નથી અટકી જતી. જ્યારે દીકરીએ કહ્યું કે હું ત્યારે લાડવા(Ladu) જેવડી હતી તો માતા એ ફરી એક સવાલ કર્યો કે તો તું આવડી મોટી કેમ થઈ ગઇ? નાની એવી દીકરીએ ખૂબ જ હોશિયારી (Smartness) સાથે જવાબ આપ્યો કે હું એ તો શાક રોટલી ખાઉંને એટલે આવડી મોટી થઈ ગઈ. ખરેખર આ વીડિયો ખૂબ જ રમુજી છે.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *