સુરત : એક માતાની એવી તો શું મજબૂરી રહી હશે કે પોતાના બે ફૂલ જેવા સંતાનોને ગળાફાંસો આપી પોટે પણ આત્મહત્યા કરી…જાણો પુરી ઘટના

હાલના સમયમાં આપણે સૌ કોઈ જાણીએ જ છીએ કે રોજબરોજની અનેક એવી હત્યા તથા આત્મહત્યાની ઘટનાઓ બન રહી છે જેના વિશે જાણીને કોઈ પણ વ્યક્તિ ચોકી જતું હોય છે, રાજ્યમાં રોજબરોજની અનેક એવી હત્યા તથા આત્મહત્યાની ઘટનાઓ સામે આવી રહી છે, એવામાં ડાયમંડ સીટી સુરતમાંથી એક ખુબ જ ધ્રુજાવી દેતી ઘટના હાલ સામે આવી છે જેમાં એક પરણિત મહિલાએ પોતાના બે સંતાનોના ગળાફાંસો આપી દીધો હતો જે બાદ પોતે પણ આત્મહત્યા કરી મરણ પથારીએ સુઈ ગઈ હતી.

એક માતા ની એવી તો શું મજબૂરી હશે કે તેને પોતાના બે વ્હાલસોયા માસુમ સંતાનોને મૌતને ઘાટ ઉતારવા પડયા અને પોતે પણ જીવન ટૂંકાવાનો વારો આવ્યો? એવું તો શું કારણ હશે તો ચાલો મિત્રો આ હૈયું ધ્રુજાવી દેતી ઘટના વિશે વિગતવાર રીતે જણાવી દઈએ. સુરત શહેરના રાંદેર વિસ્તારમાંથી આ ઘટના પ્રકાશમાં આવી છે જેમાં પત્નીએ પોતાના બે સંતાનો ગળાફાંસો આપીને પોતે પણ ગળાફાંસો ખાયને મૌતને વ્હાલું કર્યું હતું.

પુરી ઘટના વિશે જણાવીએ તો જણાવીએએ નેપાળની રાજધાની કાઠમંડુના મૂળ મુન્ના પ્રસાદ યાદવ તેની પત્ની રીટાદેવી તથા તેમના બે સંતાનો સાથે એક વર્ષ પેહલા ગુજરાત હાઉસિંગ કોલોની અંદર રહેવા માટે આવ્યા હતા, એવામાં અનેક વખત પતિ મુન્ના યાદવ સાથે રીટાદેવીનો નાની નાની વાતોમાં ઝગડો થતો હતો,એવામાં આવી તકરારને લીધે જ તે રીટાદેવીએ પતિ મુન્ના યાદવ વિરુદ્ધ 498ની ફરિયાદ લઈને પોલીસ સ્ટેશને પોહચી હતી.

જે બાદ ફરી એક વખત બંને વચ્ચે ઝગડો થયો હતો જેનાથી કંટાળીને રિતાદેવીએ પોતાના પાંચ વર્ષીય દીકરા રોબર્ટ તથા 11 વર્ષની દીકરી આંશિકાને ગળાફાંસો આપ્યો અને તેમના બાદ પોતે પણ ગળાફાંસો ખાયને પોતાના પરિવારનો માળો વીખી નાખ્યો હતો.આ ઘટનાની જાણ થતાની સાથે જ પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને પુરી ઘટનાની તપાસ હાથ ધરીને તમામ મરતુદેહને પોસ્ટમાર્ટમ અર્થે ખસેડીને જરૂરી કાયદાકીય કાર્યવાહી કરી હતી.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *