સુરત :એક માતાની એવી તો શું મજબૂરી ? માતાએ બે ફૂલ જેવી દીકરીને ઝેરી દવા પીવડાવી પોતે પણ ગળાફાંસો ખાય જીવન ટૂંકાવ્યું…

હાલ આખા ગુજરાતમાંથી હત્યા તથા આત્મહત્યાની અનેક એવી ઘટનાઓ સામે આવી રહી છે જેના વિશે જાણીને આપણા પણ હોશ જ ઉડી જતા હોઈએ છીએ, એવામાં ડાયમંડ સીટી સુરતમાંથી એક ખુબ જ હચમચાવી દેતી ઘટના સામે આવી છે જેના વિશે જાણીને સૌ કોઈને આંચકો જ લાગી ગયો હતો. તમને જણાવી દઈએ કે સુરતના કામરેજ તાલુકાની આ ઘટના બની છે જેમાં એક મહિલાએ પોતાની બે ફૂલ જેવી દીકરીઓને ઝેરી દવા પીવડાવીને પોતે પણ ગળાફાંસો ખાય લીધો હતો.

ઘટનાની જાણ થતાની સાથે જ સ્થાનિક પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને પુરી ઘટનાની તપાસ હાથ ધરી હતી અને હત્યા તથા આત્મહત્યાનો ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી હતી જેમાં ઘટનાને લઈને અનેક મોટા મોટા ખુલાસા થવા પામ્યા હતા.હલદરુ ગામની આ ઘટના છે જ્યા શુભમ રો-હાઉસમાં વસવાટ કરનાર પરપ્રાંતીય અનન્યા મિશ્રા ગઈકાલે રાત્રે આ આત્મઘાતી પગલું ભર્યું હતું, જેમાં તેણે પોતાની દીકરી વૈષ્ણવી મિશ્રા(2 વર્ષ) અને વિધિ મિશ્રા(11 માસ) ને ઝેરી દવા પીવડાવી મૌતને ઘાટ ઉતારી દીધી હતી અને બાદમાં પોતે પણ ગળાફાંસો ખાયને જિંદગી ટૂંકાવી લીધી હતી.

દિવ્યભાસ્કરના એહવાલ અનુસાર જાણવા મળ્યું છે કે આ ઘટનાની ત્યારે જાણ થઇ જયારે પાડોશમાં રહેતા યુવકે ઇલેક્ટિક મીટરની ચાવી લેવા માટે ગયો હતો ત્યારે મહિલાને આવી હાલતમાં જોઈ હતી જે બાદ શખ્સે મૃતક મહિલાના પતિ તેમ જ પોલીસને પણ જાણ કરી દીધી હતી જે બાદ ઘટનાસ્થળે લોકોનો ભારે જમાવડો ઘટના સ્થળ પર થયો હતો અને પોલીસ પણ ઘટના સ્થળે દોડી ગઈ હતી.

હવે આ ઘટના વિષે મિત્રો તમને પણ ફક્ત એ જ વિચાર થશે કે એક માતાની એવી તો શું મજબુર રહી હશે કે તેને આવી રીતે પોતાની ફૂલ જેવી દીકરીઓને મૌતને ઘાટ ઉતારી પોતે પણ મૌતની પથારીએ સૂવું પડ્યું,તો આ ઘટના અંગે મૃતક અનન્યા મિશ્રાના પતિ વરુણ મિશ્રાએ કહ્યું હતું કે તેમની પત્ની તેમની પાસે 500 રૂપિયા માંગ્યા હતા જે ન આપતા તે ત્રણ દિવસોથી ઉદાસ હતી એવામાં ઘટના દિવસની સવારે પણ પૈસા માંગ્યા હતા જેને લઈને વરુણ મિશ્રાએ સવાલ કર્યો હતો કે આ પૈસા શેના માટે જોવે છે તો અનન્યા મિશ્રાએ કઈ જવાબ આપ્યો હતો નહીં.

વરુણ મિશ્રાએ એમ પણ કહ્યું હતું કે ત્યાંર બાદ તેણે બે ફોન પણ કર્યા હતા પણ અનન્યાએ તે ઉઠાવ્યા હતા નહીં જે બાદ સાંજે જ સીધો પાડોશીનો ફોન આવ્યો હતો અને આ ઘટનાની જાણ થઇ હતી.આ ઘટના અંગે પોલીસે તપાસ કરતા મૃતકે અનન્યા મિશ્રાના પરિવારજનોની પણ પૂછતાછ કરી હતી જેમાં તેમના પરિવારજનોએ વરુણ મિશ્રા તથા તેમના પરિવાર પર ગંભીર આક્ષેપ કર્યા હતા.

મૃતક અનન્યાના પરિવારજનો આક્ષેપ લગાવતા કહી રહ્યા હતા કે અનન્યાને સાસરિયા વાળા દહેજની વાતને લઈને ત્રાસ આપી રહ્યા હતા એટલું જ નહીં મૃતક અનન્યાના પરિવારજનોએ પણ કહ્યું હતું કે તેઓએ જમીન વેચીને પતિને ચાર લાખ રૂપિયા આપ્યા હતા, પતિ પર આક્ષેપ લગાવતા પરિવારે કહ્યું હતું કે અનન્યાને તેનો પતિ અનેક વાર મારપીટ કરીને પિયર ખાતે મોકલી દેતો હતો, અનન્યા પરિવારજનોએ માંગ કરી છે કે પોલીસ મૃતકના પતિ વિરુદ્ધ કડકમાં કડક પગલાં લે.હાલ આ ઘટનાને લઈને પોલીસે આગળ તપાસ હાથ ધરી છે, આ ઘટનાનું મુખ્ય કારણ શું છે તે અંગે હાલ કોઈ પુરાવા સાથે ખુલાસો થવા પામ્યો નથી..

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *