વડોદરાના નવદંપતિએ લગ્ન દીવસે જ એવુ કાર્ય કર્યુ કે લોકો વખાણ કરતા થાકી ગયા… જાણો શુ..

ગુજરાતની સંસ્કારી નગરી વડોદરા શહેરમાં એક ખુબ જ પ્રેરણાદાયી ઘટના બની છે, આ ઘટના ની જાણ થતા સૌ કોઈ લોકો વખાણ કરી રહ્યા છે. આપણે સૌ કોઈ લગ્ન એક એવો પ્રસંગ છે જેમાં નવજીવનની શરૂઆત થાય છે. પરંતુ વડોદરાના રુદ્રરાજસિંહ ઝાલા અને ક્રિષ્નાબા નામના યુવા દંપતિએ તેમના લગ્નને અન્ય લોકો માટે ઉપયોગી બનાવવાનો નિર્ણય કર્યો. તેમણે લગ્નમાં મળેલા ચાંલ્લાનો એક હિસ્સો શ્રવણ સેવા ફાઉન્ડેશનને ગુપ્ત દાનમાં આપ્યો.

આજની યુવા પેઢી જન્મદિવસ અને અન્ય મહત્વના દિવસોમાં દાન આપવા આગળ આવે છે, પણ ઝાલા દંપતિ દ્વારા લેવામાં આવેલો નિર્ણય નવી દિશા ચીંધે છે. આ નવ યુગલ દંપતી વિષે જાણીએ તો રુદ્રરાજસિંહ ઝાલા અને ક્રિષ્નાબા મૂળ વડોદરાના છે અને હાલ કેનેડામાં રહે છે. તેમણે નવું જીવન શરૂ કરતા પહેલા તેમને લગ્નમાં મળેલી ભેટમાંથી એક હિસ્સો નિઃસહાય વૃદ્ધોને કલ્યાણ માટે આપ્યો.

આ સત્કાર્ય કરનાર રુદ્રરાજસિંહ ઝાલાએ જણાવેલું કે, “હું વિદેશમાં રહું છું, પણ દેશમાં જરૂરિયાતમંદ લોકોને મદદ કરવાનો પ્રયત્ન કરતો રહું છું. મારા લગ્ન પ્રસંગે ગુપ્ત દાન કરવાનો નિર્ણય પરિવારે વધાવ્યો છે.” ખરેખર આજના સમયમાં યુવા પેઢી માટે આ પ્રેરણાદાયક કાર્ય છે અને લગ્ન પ્રસંગે પણ જરૂરિયાતમંદ લોકોનું હિત કેવી રીતે જાળવવું તેનો સંદેશ આપે છે.

રુદ્રરાજસિંહ ઝાલાએ જે સંસ્થાને દાન આપ્યું છે, તે શ્રવણ સેવા ફાઉન્ડેશન છેલ્લા પોણા ત્રણ વર્ષથી નિયમિત ફૂટપાથ પર રહેતા નિઃસહાય વૃદ્ધોને ભોજન સહિતની સેવા પૂરી પાડે છે. ઝાલા દંપતિના દાનથી આ સેવા વધુ મજબૂત બનશે. આ યુવા દંપતિના કાર્ય માટે અભિનંદન અને આશા છે કે આ પ્રેરણા અન્ય લોકોને પણ સેવા માટે પ્રેરશે.ખરેખર આવા કાર્ય થકી આપણા પ્રસંગની સાથોસાથ અન્યના જીવનમાં પણ ખુશીઓ ફેલાય છે.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *