સુરત મા આવેલુ અનોખુ ખોખલી માતાજી નુ મંદીર જયા ગાઠીયા ની માનતા રાખવા મા આવે છે અને દરેક ભક્તો ની ઈચ્છા

મિત્રો જેમ તમે જાણોજ છો કે જયારે જયારે પણ વ્યક્તિ પર મોટુ સંકટ આવી પડતું હોઈ છે ત્યારે તે ભગવાન ને યાદ કરતા હોઈ છે અને ઘણીવખત સંકટ દૂર થતાં તી ભગવાન નો આભાર પણ માનતા હોઈ છે અને ભગવાન ને અલગ અલગ ભેટ પણ આપતાં હોઈ છે. જેમાં પ્રસાદી હોઈ છે વગેરે જોવા મળતું હોઈ છે પણ હાલ ઉધરસની માનતા રાખીને લોકો પોતાની માનતા પૂરી કરવા માટે અહીં ગાંઠિયા ચડાવે છે. માનતા રાખતી વખતે જેટલા ગાંઠિયા ચડાવવાની માનતા રાખી હોય તેના કરતાં બમણાં ચડાવવાના હોય છે.

IMG 20220929 112319

વાત કરીએ તો સુરતના કાપોદ્રા વિસ્તારના સાગર સોસાયટીમાં આ માતાજી વર્ષોથી પ્રગટ થયા છે. અને છેલ્લા પંદર વર્ષ કરતાં વધારે સમયથી આ મંદિર અહીં સ્થિત છે. તેમજ માતાજીને પણ સાગર સોસાયટીમાંથી બાજુમાં સ્થાપિત કરવામાં આવ્યા છે. મંદિરના પૂજારી ગીતાબેન વર્ષોથી આ મંદિરમાં સેવા પૂજા કરે છે. આમ તેઓ ન્યુઝ સાથે વાત કરતાં જણાવે છે કે, અહીં લોકો પોતાની નો કામના પૂર્ણ કરવા માટે શ્રદ્ધાથી માનતા રાખે છે. અને ખોખલી માતા તેમની મનોકામના પૂર્ણ કરે છે.

IMG 20220929 112344

તેમજ તમને જણાવીએ તો અહીં પ્રસાદમાં માતાજીને ગાંઠિયા ચડાવે છે. રવિવારે અને મંગળવારે તો ભક્તોની ભીડ ઉમટી પડે છે અને મંદિર પરિસરમાં જગ્યા પણ હોતી નથી.અહીં ભક્તોએ 10 રૂપિયાના ગાંઠિયા ચડાવવાની માનતા રાખી હોય તો 20 રૂપિયાના ગાંઠિયા ધરાવી માનતા પુરી કરવી પડે છે. અને 100 ગ્રામની રાખી હોય તો 200 ગ્રામ લાવવા પડે છે. પ્રસાદમાં ધરાવવાની ફેલાવેલા ગાંઠીયા મંદિરના પરિસરમાં જ પૂર્ણ કરી દેવામાં આવે છે.

IMG 20220929 112454

તેને મંદિરમાંથી બહાર લઈ જવાનો હોતા નથી.આમ તો ખોખલી માતાના મંદિર ઘણી જગ્યાએ છે આમ પરંતુ સુરતમાં અહીં માતાજી સ્વયં પ્રકટ થયા છે. માતાજીના ભક્તો અહીં આવીને માતાજીની આરાધના કરે છે, દુર દુર થી ભક્તો અહીં આવીને ખોખલી માતાના દર્શન કરે છે અને આશીર્વાદ મેળવે છે. ઉધરસ સિવાય પણ, હાથ કે પગના દુખાવાની, લગનમાં વિલંબ થતા હોય કે અડચણો આવતા હોય તો માતાજીની માનતા રાખે છે.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ગુજરાતી અખબાર કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *