આ મહીલા પુરુષો ની જેમ મુંછો ના આકડા ચડાવી વટ થી ચાલે છે ! કારણ જાણી ને આંચકો લાગશે…

તમે આ દુનિયામાં ઘણા એવા લોકો જોયા હશે જે તેના અલગ દેખાવને લીધે ચર્ચાનો વિષય બની જાય છે. તેમજ વાત કરીએ તો પુરુષોની જેમજ એક મહિલાને પણ મુચ છે. અને પરંતુ કેટલીકવાર એવી મહિલાઓ પણ જોવા મળે છે, જેમના ચહેરા પર દાઢી અથવા મૂછો ઉગે છે. અચાનક આવી છોકરીઓ ભીડમાં ચર્ચાનું કેન્દ્ર બની જાય છે. આ વાળને દૂર કરવા માટે મોટાભાગની મહિલાઓ વિવિધ ઉપાયો અપનાવે છે, પરંતુ જો કોઈ મહિલા આ વાળ રાખવા માંગતી હોય તો શું કરવું. આવી જ એક મહિલાની કહાની આજકાલ ચર્ચામાં છે, જેના ચહેરા પર મૂછ છે પરંતુ તે તેને રાખવામાં ગર્વ અનુભવે છે. તમને તેના વિશે

shayza 1024x683 1

વાત કરીએ તો આ મહિલા કેરળના કન્નુર જિલ્લાની છે જેનું નામ શાયઝા ઉ.વ. 35 જે તેની મૂછોને કારણે ચર્ચામાં છે. તેની આ મૂછને કારણે ઘણા લોકો તેની ટીકા પણ કર્તા હોઈ છે તો વળી ઘણા લોકો તેમને સપોર્ટ પણ કર્તા થયા છે. પરંતુ તેણીનું કહેવું છે કે તેના ચહેરાના વાળ સાથે સંબંધિત લોકોની રુચિને લઇને તે બેફિકર રહે છે. જ્યારે લોકો તેને મળે છે અને પૂછે છે ત્યારે તેનો એક જ જવાબ હોય છે કે મને મૂછ રાખવી ગમે છે અને તેણે ક્યારેય તેને હટાવવાની જરૂર નથી સમજી અને હવે આ મૂછો વધી ગઈ છે જેના પર શાયઝા ગર્વ અનુભવે છે.

IMG 20220725 162317

આમ શાયઝા કહે છે કે ભલે દુનિયા તેના વિશે ગમે તે વિચારે, પરંતુ તેને આ વાતની કોઈ પરવા નથી, પરંતુ હવે તે મૂછ વગર રહી શકતી નથી. મૂછો પ્રત્યેના તેના પ્રેમને તમે એ હકીકત પરથી સમજી શકો છો કે કોરાના મહામારી દરમિયાન, તેમને માસ્ક પહેરવાનું પસંદ નહોતું કારણ કે તેનાથી તેનો ચહેરો ઢંકાયેલો રહેતો હતો અને મૂછો છુપાઇ જતી હતી. શાયઝા માટે, મૂછો માત્ર નિવેદનબાજીનો એક ભાગ નથી, પરંતુ તેનો પોતાનો એક ભાગ છે. તે કહે છે, “હું તે કરું છું જે મને ગમે છે. જો મારી પાસે બે જીવન હોત, તો હું કદાચ બીજાઓ માટે જીવી હોત.”

તેમજ ઘણી હેલ્થ પ્રોબ્લેમ્સમાંથી બહાર આવીને શાયઝા એટલી મજબૂત બની ગઈ છે કે તેને કોઈની પરવા નથી. તે માને છે કે તેણે એવું જીવન જીવવું જોઈએ જે તેને ખુશ કરે. તમારી માહિતી માટે, શાયઝા મૂછ ધરાવનાર વિશ્વની પ્રથમ મહિલા નથી, ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સ અનુસાર, 2016 માં, બોડી પોઝીટીવીટી પ્રચારક હરનામ કૌર સંપૂર્ણ દાઢી ધરાવતી વિશ્વની સૌથી નાની મહિલા બની હતી.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *