સુરત ના આ ઉદ્યોગપતિ એ ગામ ના ભાભા ઓ ને હવાઈ જહાજ ની મુસાફરી કરાવી ! અમરેલી થી…

જીવનમાં દરેક વ્યક્તિઓના ઘણા સપનાઓ હોઈ છે જે તેને સાકાર કરવા માંગતા હોઈ છે. અને તે સપના પુરા કરવા માટે લોકો દિવસ રાત મહેનત કરતા હોઈ છે. અને એક સપનું પણ હોઈ છે પ્લેન માં બેસી મુસાફરી કરવી. તેથી સપના પૂરા કરવા માટે અમુક લોકો મહેનત કરીને તેના આ સપના પુરા પણ કરતા હોઈ છે તો વળી ક્યારેક તેઓના આ સપનાઅધૂરા પણ રહી જતા હોઈ છે.

તેમજ હાલમાં એક અનોખો બનાવ સુરત માંથી સામો આવ્યો છે. સુરતના એક હીરના વેપારી એ નવ વ્યક્તિઓને એક સાથે વિમાનમાં બેસાડીને તેમના અધૂરા સપના પુરા કર્યા હતા. આ વેપારીએ તેમના ગામના નવ વૃદ્ધ ને એકી સાથે વિમાનમાં બેસાડીને હવાઈ યાત્રા કરાવી છે. અને આ વૃદ્ધ લોકો ને આખા સુરતના દર્શન પણ કરાવ્યા હતા. જે વૃદ્ધ માટે એક મોટી વાત છે.

sapanu1sapanu2

આ હીરાના વેપારીનું નામ છગનભાઈ રણછોડભાઈ સીમેરીયા હતું, છગનભાઈ મૂળ અમરેલીના ધામેલ ગામના રહેવાસી હતા, તેમજ આજથી ૧૫ વર્ષ પહેલા છગનભાઈ તેમના ગામમાં ખેતી કરતા હતા. ત્યાર પછી તે સુરત આવીને હીરા ઘસવા લાગ્યા અને પછી તેણે ખુબજ મહેનત કરી સફળતા મેળવી આજે તે પોતે હીરાના વેપારી છે. જે એક ગર્વ લેવા જેવી બાબત છે.

sapanu

આમ તે સુરતના ઘણા મોટા મોટા વેપારીઓ ને ઓળખે છે અને તેમણે સુરતમાં ખુબજ નામ છે તેમજ ખુબજ મોટા ઉદ્યોગપતિ હોવા છતાં તે તેમના ગામને ભૂલ્યા નથી. પહેલા જયારે છગનભાઈ ખેતી કરતા હતા ત્યારે ગામના ઘણા યુવકો તેમની મદદ કરતા હતા. તેથીજ છગનભાઈ એ તેના બધાજ વૃદ્ધ લોકોને બેસાડવાનું નક્કી કર્યું હતું. આ બધા વૃદ્ધ ખુબજ ખુશ થયા હતા.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *