બેંગલુર ના આ દંપતી એ બનાવ્યું અનોખું માટીનું ઘર ! ચાલો જાણ્યે તે ઘર ની વિશેષતાઓ….

દરેક માણસ પોતાના ઘરમાં તમામ સુવિધા ઉપલબ્ધ હોય એવી જ ચાહત રાખતો હોય છે અને તેમાં પણ જે લોકો આર્થિક રીતે સધ્ધર હોય તેઓ તો AC, ફ્રિજ, TV જેવી વસ્તુ ઓ વગર રહી જ ના સકે અને જયારે આ બધી વસ્તુ ઘરમાં હોય તો સ્વાભાવિક છે કે બીલ પણ વધુ જ આવતુ હોય છે. પરંતુ સુ તમે કોઈ દિવસ વિચાર્યું છે કે આર્થિક રીતે સક્ષમ વ્યક્તિ હોય અને તે એવા ઘરમાં રહેતો હોય જ્યાં તેણે વીજળી નું બીલ જ ના ભરવાનું આવતું હોય અને ના તો ગરમીમાં કોઈ પણ ઉપકરણ ની જરૂરિયાત પડતી હોય.

આપડે તો આવા પંખા કે AC વિન્નાના જીવનની કલ્પના પણ ના કરી સક્યે પરંતુ એક એવું દંપતી  છે જેમને એવું ઘર બનાવ્યું છે કે જેર્નાથી તેઓ ને બીલ ચૂકવવાનું આવતું જ નથી . તો ચાલો જાણ્યે તે ઘરની વિશેષતા વિષે. બેંગલુર ના વીની ખન્ના અને તેમની પત્ની બાલાજી આવા જ એક ઘરમાં રહે છે. તેનું કારણ છે કે, તેમનું એકો ફ્રેન્ડલી ઘર. મતલબ કે તેમનું ઘર બધા ઘર ની જેમ ઇટ કે સિમેન્ટ થી બનવવામાં નથી આવ્યું પરંતુ માટી અને જૂનાં લાકડા ના મદદ થી બનાવવામા આવ્યું છે, વીની ભાઈ અને તેમની પત્ની બાલાજી ૨૮ વર્ષ સુધી ઇંગ્લેન્ડ માં રહેતા હતા. ૨૦૧૮ માં આ દંપતી ભારત પાછા આવ્યા ત્યારથી તેમણે ઇકો ફ્રેન્ડલી ઘર બનાવવાનો નિર્ણય લઇ લીધો.

આ બાબતનો તેમણે ત્યારે ખ્યાલ આવ્યો જયારે વીની ભાઈ ના ઘરે ૨૦૦૯ માં પોતાના પહેલા બાળક નો જન્મ થયો હતો. બાળકના આવતાની સાથે જ ઘરમાં લંગોટ, પ્લાસ્ટિક ની બોટલ, બેબી ફીડ બોટલ વગેરેની સંખ્યા વધવા લાગી. આ વેસ્ટ જોઈ ને વીનીભાઈ ને  વિચાર આવ્યો કે આ રીતે તે પ્રાકુતિક વસ્તુ ની સાથે સારું નથી કરી રહ્યા એટલા માટે તેમણે કઈક એવું વિચાર્યું જેનાથી વેસ્ટ વસ્તુ નો ફરી વપરાશ કરી શકાય. ૨૦૧૦ માં જયારે તેમના ઘરે એક નાની પ્યારી દીકરી નો જન્મ થયો ત્યારે તેમણે પોતાના દેશ પાછા ફરવાનો નિર્ણય કર્યો હતો.

૨૦૨૦ માં તેમણે બેન્ગ્લુરું માં એક ઘર ની તપાસ સારું કરી પરંતુ એપાર્ટમેન્ટની કીમત જાણી તેમના હોશ જ ઉડી ગયા. વાનીભાઈ  કહે છે કે તેના પછી તેમણે એક બેન્ગ્લુરમાં ફર્મ મહીજા વિષે જાણ થઇ જે ઘણા સમય થી ઘર બનાવી રહ્યા છે. વીનીભાઈ એ પણ પોતાનું ઘર બનાવવા માટે તેમની પાસે પહોચ્યા. વીની અને બાલાજી નું ઘર બનાવવા માટે જે ઇટ નો ઉપયોગ કરવામાં આવયો છે તે ૬ તત્વો ની  બનેલી છે જેમાં ૭ % સિમેન્ટ, માટી, લાલ માટી, સ્ટીલ બ્લાસ્ટ, ચૂનાનો પથ્થર અને પાણી ભેળવેલી હોય છે. જેનાથી જ દીવાલો બનાવી હતી અને અગાશી માટે માટીના બ્લોક નો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

આ રીતે તેમના મકાનમાં બિલકુલ સિમેન્ટ નો ઉપયોગ  થયો નથી. ઘર બનાવવા માટે સ્લેબ માં સ્ટીલના સાળીયા અને ક્રોક્રીન નો ઉપયોગ કરવાને બદલે, તેમણે સ્ક્રેપ કીબોર્ડ, નાળીયેરના શેલ વગેરે નો ઉપયોગ કર્યો. આ સાથે જ સ્લેબ બનાવવા માટે તે જગ્યા પર માટી ભરવામાં આવી હતી. આ ઘરમાં તેની પાસે ૧૦૦૦ ફૂટનો બગીચો પણ છે , જ્યાં તે લીમડો, કોથમરી, મેથી વગેરે ઉગાડે છે અને તેનો ઉપયોગ તેના ભોજનમાં કરે છે.

ડેકોરેશન અને અન્ય હેતુથી વપરાતું લાકડું એ વ્યક્તિ પાસેથી મંગાવ્યું હતું જે તોડી પાડવામાં આવેલ સ્થળોની મુલાકાત લેતી વખતે જુનું લાકડું ખરીદે છે આ રીતે જે લાકડું વેડફાઈ જતું હોય તેણે ફરીથી ગોઠવીને ઉપયોગ માં લઇ સકાય છે. આ પછી , ઘરની ચીજવસ્તુઓ બનાવ્યા પછી બચેલા લાકડાને તેણે બુક્સેલ્ફમાં ફેરવી લીધું. વાળીભાઈ જણાવે છે કે ‘તેમને  ક્યારેય કૃત્રિમ ઠંડક ની જરૂર પડતી નથી અમારા આર્કિટેકસ એ ઘર ને એવી રીતે ડીઝાઇન કર્યું છે કે અમે સાંજે ૬.૩૦ પછી જ લાઈટ ચાલુ કર્યે છીએ. જયારે બાકીનો સમય સનરૂફ દ્વારા પસાર કર્યે છીએ.’ તેમણે વધુમાં જણાવ્યું કે જે ખૂણા પર ઘર બનાવ્યું છે તે સુનિશ્ચિત કરે છે કે તે મહત્મ પ્રકાશ પ્રીતીબીંબ અને કુદરતી ઠંડક આપે છે.

ઘરની દરેક ઇલેક્ટ્રોનિક્સ સમાન માટે સૌરઊર્જા નો ઉપયોગ કરવામાં આવે છે. વાણી ભાઈ જણાવે છે કે ઓન ગ્રીડ સીસ્ટમ દ્વારા જનરેટ થતી વધારાની પાવર ને યુનિટ દીઠ રુપયા ૩ ના ભાડે ગ્રીડમાં પાછી મોકલવામાં આવે છે.  દરેક ૪.૮ kw ની ૧૧ સોલાર પેનલનો આભાર. આથી દંપતી એ વીજળીનું બીલ ચૂકવવું પડતું નથી. આ સાથે પાણી ની માટે પણ તેમણે નગર નિગમ પર આધાર નથી રાખવો પડતો ,  તેમના ઘરે ૨૦૦ મીટર ની દુરી પર એક સામુહિક બોરવેલ વરસાદ ના પાણી થી ભરાઈ જાય છે અને તેમાંથી પુરતું પાણી મળી રહે છે અહીના ત્રણ કુવા, જેમાંથી ૨ પાંચ ફૂટ અને બીજા આઠ ફૂટના છે, અહીના ૩૦ ઘરો ને તે પાણી પહોચાડે છે. વીની અને બાલાજી ને તેમના આ તમામ  સુવીધા ધરાવતા પર્યાવરણ ને અનુકુળ ઘર પર ગર્વ છે.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *