એક કુલ્ફી વાળો વ્યક્તિ જે દરેક લોકો નું ધ્યાન આકર્ષિત કરતો જોવા મળે છે તે વ્યક્તિ ને લોકો ગોલ્ડન મેન કહી ઓળખે છે કારણ કે…

આપણા દેશની અંદર ઘણી ખાવાની વસ્તુઓ છે જેને ખાવા લોકો દુર દુર થી આવતા હોય છે. તેનો સ્વાદ જીભ માં રાખી તેને વારંવાર યાદ કરતા હોય છે કે પેલા સ્થળ ની પેલી વસ્તુ બહુજ સરસ હતી. આપણા દેશમાં ખાવાના ઘણા શોખીનો જોવા મળશે જે અલગ અલગ જગ્યા ની વાનગીનો સ્વાદ ચાખતા હોય છે અને તે  જગ્યા ની વિષે માહિતી આપી અનેક લોકો ને તે સ્વાદીસ્ત વાનગી ખાવા મોકલતા હોય છે. એવી જ રીતે મધ્યપ્રદેશના ઇન્દોરમાં લોકો ખાવાના શોખીન છે પરંતુ ઇન્દોર ની અંદર એક સરાફા ચોપાટી આવેલી છે જ્યાં ઇન્દોર જનાર દરેક વ્યક્તિ ત્યાની મુલાકાત અવશ્ય લેતું હોય છે સરાફા બજારમાં એવું તો સુ મળે છે કે લોકો ત્યાં જતા હોય છે એવો વિચાર આપણને પણ થતો હોય છે.

download 3 1

Logopit 1657629827089

તો ચાલો જાણ્યે કે સરાફા બજારમાં એવું તો સુ આવેલું છે. સરાફા બજારની અંદર દરેક પ્રકારના વ્યંજનો તમને ખાવા મળશે પરંતુ આના સિવાય પણ એક ખાસ વસ્તુ ત્યાં છે જે તમારું ધ્યાન ખેચે છે તે છે આ બજાર ની અંદર આવેલો  એક કુલ્ફીવાળો. આ સરાફા બજારની અંદર એક વ્યક્તિ એવો છે જે કુલ્ફી તો વેચે જ છે પરંતુ સાથે કુલ્ફી સિવાય પોતાના શરીર ઉપર પહેરેલા સોનાનાં ઘરેણા ના કારણે પણ પખ્યાત છે. આ વય્ક્તિ ની ઉમર ૬૨ વર્ષની છે જેમનું નામ નટવરભાઈ છે જે સરાફા બજારની અંદર કુલ્ફી, ફાલુદા અને ચીક્કી ની દુકાન લગાવે છે. જે લોકો આ સરાફા બજારમાં આવે તે એકવાર અવશ્ય આ કુલ્ફીનો આનંદ લે છે.

Logopit 1657629647327

અને સાથે કુલ્ફી ખાનાર લોકો આ ગોલ્ડ મેન ની સાથે સેલ્ફી લેવાનું પણ નથી ભૂલતા. નટવરભાઈ ગ્રાહકો ને કુલ્ફી આપતી સમયે પોતાના શરીર પર અડધા કિલો સોનું પહેરેલું હોય છે જેને જોઈ દરેક વ્યક્તિ આશ્ચર્યમાં પડી જાય છે. મીડિયા સાથે વાત કરી નટવરભાઈ એ જણાવ્યું કે, આ દુકાન તેમના પિતાએ સરાફા બજારની અંદર ખોલી હતી. પોતાના પિતાના વ્યવસાય માં મદદ કરતા કરતા નટવરભાઈ પણ સંપૂર્ણ આ ધંધામાં પ્રવેશી ગયા હતા. સોના પ્રત્યે ના પોતાના લગાવ ના કારણે તેઓ જણાવે છે કે સરાફા બજારની અંદર સોના ચાંદીના વ્યવસાય પણ થાય છે જેના કારણે તે સોના તરફ આકર્ષાઈ રહા  છે.

Logopit 1657629676717

સૌથી પહેલા નટવરભાઈ એ સોનાની વીટી પહેરવાથી શરૂઆત કરી હતી ત્યાર બાદ સોનાની ચેન અને હવે તેઓ લગભગ અડધા કિલો સોનું પહેરીને પોતાની દુકાન પર બેસે છે. નટવરભાઈ ના શરીર પર હમેશા સોનાની વારી, બધીજ આંગણીઓ પર સોનાની વીટી, ગળાની અંદર સોનાની ઘણીબધી ચેન, સોનાનું કડુ અને સોનાનું બ્રેસલેટ પહેરેલા જોવા મળે છે. નટવરભાઈ ને સોના પર્ત્યે એટલો વધારે લગાવ છે કે તેમનો દાંત તૂટી ગયો તો તેમણે દાંત  સોનાનો કરાવી દીધો. નટવરભાઈ ની આ કુલ્ફી ની દુકાન પર અનેક સેલીબ્રીટી અને નેતાઓ આવી ચુક્યા છે.

Logopit 1657629705034

images 6 4

જેમાં ભાજપના પ્રવક્તા સંબિત પાત્રા, ભૈયાજી જોશી, મુખ્યમંત્રી શિવરાજ શિંહ ચૌહાન અને તેમની પત્ની સાધના પણ નટવરભાઈ ની કુલ્ફી ખાઈ ચુક્યા છે. તમને એ પણ જણાવી દઈએ કે સરાફા બજારની અંદર આખો દિવસ સોનાનો જ વ્યવસાય થાય છે પરંતુ રાત્રે દુકાનો બંધ થતા અહી ખાવા પીવાનું બજાર શરુ થાય છે જેમાં અહી લગભગ ૨૦૦ જેટલી ખાવા પીવાની દુકાનો લાગે છે. આ માર્કેટ રાત્રે શરુ થાય છે જે રાત્રે ૧૦ થી લઈને ૨ વાગ્યા સુધી ખાવાના શોખીનો આહી આવે છે.અને સવાર થતા જ પછી આ સરાફા બજાર સોના ચાંદીની દુકાનો ખુલી જાય છે.

Logopit 1657629743935

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *