શ્રાવણ માસમાં કઢી નું સેવન કેમ ના કરવું જોઈએ ? તેની પાછળ નું કારણ છે કે આ માસમાં….

શ્રાવણ માસ આવી રહ્યો છે ત્યારે લોકો ભગવાન શિવ ની ભક્તિમાં લીન થઈ ભક્તિ કરતા જોવા મળશે અને સાથે જ અનેક લોકો શ્રાવણ માસ પણ રહેતા હોય છે અને ઉપવાસ કરી ભગવાનને પ્રસન્ન કરતા જોવા મળે છે આ શ્રાવણ માસ માં ઘણીવાર લોકો ના ખાવાની વસ્તુ પણ ખાય છે. તમે લોકો ને વાત કરતા તો સાંભળ્યા જ હસે કે શ્રાવણ માસમાં કઢી ન ખાવી જોઇએ.એવું તો સુ કારણ છે કે શ્રાવણ માસમાં કઢી ના ખાવી જોઇએ જો તમારી પાસે પણ આનો જવાબ નથી તો આજે આપડે આના વિશે જ વાત કરવા જઈ રહ્યા છીએ .સાથે જ એ પણ જાણકારી મેળવશું કે તેની સાથે બીજી એવી કઈ અન્ય વસ્તુ છે જે ખાવી ના જોઈએ.

શ્રાવણ માસમાં કઢી તો ના જ ખાવી જોઈએ પરંતુ સાથે દૂધ કે દહીં થી બનેલી વસ્તુઓ પણ ખાવામાં ઉપયોગ ના કરવો જોઈએ. એમાં પણ ખાસ કરીને કાચા દૂધનો વપરાશ કરવો ન જોઈએ. કાચા દૂધના સેવન થી બચવું જોઈએ. ધાર્મિક માન્યતાઓ ના આધારે , શ્રાવણ માસમાં ભગવાન શિવ ને કાચું દૂધ ચડવામાં આવતું હોય છે.આથી તેને પીવાનું ટાળવું જોઇએ. અને જો વૈજ્ઞાનિકો દૃષ્ટિકોણ થી જોવામાં આવે તો શ્રાવણ માસમાં બિનજરૂરી ઘાસ બધી જગ્યાએ ઉગી જતા હોય છે. જેમાં કીડા મકોડા જોવા મળતા હોય છે. એવામાં ગાયો આવા ઘાસને ચરતી હોય છે અને તે અસર તેના દૂધ માં પણ જોવા મળતું હોય છે.

આથી આ માસમાં દૂધ કે અન્ય ડેરી ની વસ્તુ નું પણ સેવન ન કરવું જોઇએ. આયુર્વેદ પ્રમાણે જો જોવામાં આવે તો દહીં અને કઢી નું સેવન આ મહિનામાં એટલાં માટે ના કરવું જોઇએ કે આ શ્રાવણ માસમાં આપણી પાચન શક્તિ ઓછી થઈ જતી હોય છે. એવામાં ખોરાક ને પચવામાં બહુ જ મુશ્કેલી પડી જતી હોય છે. સાથે જ વાત પિત્ત નો સમસ્યા પણ જોવા મળી શકે છે. આ સાથે જ શ્રાવણ માસમાં રીંગણાં નું સેવન પણ ના કરવું જોઈએ . આના સિવાય પણ લીલા શાકભાજી, માંસાહારી વસ્તુ નું સેવન કરવાથી પણ બચવું જોઈએ. આની પાછળનું કારણ પણ પાચનતંત્ર જ છે. કેમ કે શ્રાવણ માસમાં પાચન ક્રિયા ધીમી પડી જાય છે અને તે શરીરમાં સરખું કામ કરતું નથી આથી તેનું સેવન કરતા બચવું જોઈએ.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *