શ્રાવણ મહિનામાં ભૂલીને પણ ન કરો આ 8 કામ, નારાજ થઈ શકે છે દેવતાઓના દેવ મહાદેવ

શ્રાવણ મહીનો ભગવાન શિવ નો પ્રિય મહીનો માનવામાં આવે છે. એવું કહેવાય છે કે જો આ માસમાં ભાગવાન શિવ ની વિધિ અનુસાર પૂજા કરવામાં આવે છે તો ભગવાન શિવ તેમની મનોકામના પુરી કરે છે. શ્રાવણ મહિનામાં અનેક લોકો ભગવાન શિવ ની પૂજા આરાધના કરતા હોય છે. ઘણાં લોકો તો ભગવાન શિવ ના આ મહિના માં અનેકો ઉપવાસ કરી ભગવાનને પ્રસન્ન કરવાના પ્રયત્નો કરતા પણ જોવા મળે છે એની સાથે અનેક લોકો તો આ શ્રાવણ માસમાં અનેકો પૂજા વિધિ કરે છે અને દાન પણ કાર્ય કરતા હોય છે.

આ શ્રાવણ માસ પવિત્ર માસ ગણાય છે.આપણે તમામ ભગવાન શિવની પૂજા આરાધનાથી પવિત્ર બની જતા હોઈએ છીએ. આપણને સૌ કોઈને ને ભગવાન શિવની પૂજા આરાધના કેમ કરવી એ વિશે તો જ્ઞાન હસે જ પરંતુ આ માસ દરમિયાન શું ના કરવું જોઇએ તેની માહિતી હોતી નથી આથી આજે આપણે એ બાબતો વિશે જાણકારી મેળવશું કે આ પવિત્ર શ્રાવણ મહિનામાં એવા કયા કામ ના કરવા જોઈએ. તથા એવા કયા કામો છે કે જે કરવાથી બચવું જોઇએ. આવી જાણકારી ના હોવાના કારણે આપને ઘણીવાર અજાણતા આવી ભૂલો કરી જતા હોઈએ છીએ. જેના પરિણામે આપણે જીવન ભર મુશ્કેલીઓ નો સામનો કરવો પડતો હોય છે.આથી આપણે એવા કયા કામો ના કરવા જોઈએ તે અંગે માહિતી મેળવશું.

રીંગણ આમ તો દરેક લોકોના ઘરે જોવા મળતા હોય છે. લોકો આનું સાક બનાવી બારેમાસ આરોગતા હોય છે.અને એમાં પણ શિયાળામાં તો આ રીંગણા ના ભાવ જ કઈક અલગ જોવા મળી આવે છે.રીંગણાં ભલે શિયાળા દરમિયાન અને ઉનાળા માં ખાવ પરંતુ તેને શ્રાવણ માસમાં ના ખાવા જોઈએ.શ્રાવણ મહિનામાં રીંગણાં નું શાક ખાવાથી બચવું જોઇએ.કેમકે આ શાકભાજી ને અશુદ્ધ માનવામાં આવે છે.આથી તેનો ઉપયોગ અગ્યારસ કે ચૌદસ ના દિવસે પણ ના કરવો જોઈએ.

ધાર્મિક માન્યતાઓ ના આધારે શ્રાવણ માસમાં દૂધ ના સેવનથી બચવું જોઇએ.કેમ કે તેનાથી ભગવાન શિવ નો અભિષેક કરવામાં આવતો હોય છે. આના સિવાય વૈજ્ઞાનિક કારણ પણ છે કે વરસાદની ઋતુ શ્રાવણ મહિનામાં જ પુર બહાર માં ખીલે છે.જેમાં વરસાદના કારણે જમીનની અંદરના કીડા મકોડા બહાર આવે છે અને સાથે ગાયો આવા નિર્જન સ્થળે જઈ ઘાસની સાથે ઉગેલા આવા છોડને પણ ખાય છે આથી આ સમયે ડોક્ટરો પણ દૂધ દહી ની વાનગી ખાવાની ના પાડે છે.


શ્રાવણ મહિનામાં ભગવાન શિવ ને હલ્દી કુમકુમ લગાડવું જોઈએ નહિ. કેમકે શ્રાવણ માસમાં ભગવાન શિવને પ્રિય એવા બિલિપત્ર, ધતુરો અને ભાંગ સરળતાથી આ મહિનામાં જોવા મળતા હોય છે અને લોકો આ વસ્તુઓ ના આધારે જ ભગવાન શિવની પૂજા આરાધના કરતા હોય છે અને ભગવાનને પ્રસન્ન કરતા હોય છે.આથી શ્રાવણ મહિનામાં શિવલિંગ પર હલ્દી કુમકુમ લગાડવું જોઈએ નહિ.

શ્રાવણ માસમાં મનને એકાગ્ર અને શાંત કરવું જોઇએ કોઈ સાથે નકામી બાબતો ને લઈ ખોટી નોકજોક કરવી નહિ કે અકારણ લડાઇ ઝઘડો કરવો નહિ. આમ તો કોઈ પણ માસમાં આવું કરવું જોઈએ નહિ પરંતુ શ્રાવણ માસ ને પવિત્ર માસ ગણાય છે આથી આ માસમાં ભગવાન શિવ ની આરાધના માં લિન થઈ મગજ ને શાંત રાખવું જોઈએ.

ઘણા લોકોને શરીરમાં સમસ્યા જોવાથી તેઓ શરીરે તેલ લગાડતા હોય અને પોતાના દર્દથી રાહત મેળવતા હોય છે સાથે નાનાં બાળકોને પણ તેમના શરીરે તેલથી માલિસ કરવામાં આવતી હોય છે જેનાથી બાળક જડપી મોટું થાય અને તેના અંગો મજબૂત બને.પરંતુ કહેવાય છે કે શ્રાવણ મહિનામાં શરીર પર તેલ લગાડવું જોઈએ નહિ.આ મહિનામાં શરીર પર તેલ લગાડવું અશુભ માનવામાં આવે છે.

ભગવાન શિવની પૂજા કરવામાં લોકો અનેક ફૂલો નો ઉપયોગ કરતા હોય છે જાય જાતના ફૂલો થી ભગવાન શિવ ને પ્રસન્ન કરતા હોય છે. પરંતુ એક એવું ફૂલ છે કે જે તમે ભગવાનને શ્રાવણ માસ માં ના ચડાવો તો વધારે સારું રહેશે. જી હા ચંપા નું ફૂલ છે તે શ્રાવણ મહિનામાં ભગવાન શિવ ને ચડાવવું જોઈએ નહિ અને આ વાત આપણા પુરાણો માં પણ કહેવામાં આવી છે.

અનેક લોકો એવાં હોય છે કે જે બપોરે સૂઈ જતા હોય છે કહેવાય છે કે શ્રાવણ મહીનામાં દિવસના સમયે સૂવું જોઇએ નહી જો દિવસ નાં સમયે સૂવામાં આવે તો ભગવાન શિવ નારાજ થઈ જાય છે.સાથે અનેક લોકો એવું પણ કહે છે કે આ માસ દરમિયાન ડુંગળી નો ઉપયોગ કરવો જોઈએ નહિ કેમકે એકવાર જ્યારે ભગવાન જમવા બેઠા હતા ત્યારે તેમની થાળીમાંથી ડુંગળી નીચે પડી ગઈ હતી આથી ભગવાન શિવએ ડુંગળી ને ત્યાગ કર્યો હતો. આથી આમ ડુંગળી નો ઉપયોગ પર શ્રાવણ મહિનામાં કરવો જોઈએ નહિ.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published.