યુવકે સોના ની તસ્કરી કરવા સોનુ એવું જગ્યા એ છુપાવ્યુ હતુ કે વિડીઓ જોઈ આંખો ફાટી રહી જશે ! કસ્ટમ ઓફિસર એ આવી રીતે પકડ્યો

મિત્રો હાલ છેલ્લા ઘણા સમય થી રાજ્યમાં અને દેશમાં ચોરી, લૂંટફાટ, વગેરે કિસ્સાઓ ખુબજ વધી ગયા છે. તેમજ જેમ તમે જાણોજ છો કે ચોર ચોરી કરવા માટે કઈ પણ હદ પાર કરી શકતો હોઈ છે. જેની તમે કલ્પના પણ નોં કરી શકો હાલમાં પણ એક તેવીજ ચોરી પકડી પાડવામાં આવી છે. જેનો વિડિઓ ખુબજ વાઇરલ થઈ રહ્યો છે આ ચોરી કરનાર ચોરે દુબઈથી ચોકલેટમાં રૂ. 19 લાખનું સોનું છૂપાવી મુંબઈ લઈ આવ્યો હતો અને તે એરપોર્ટ પર ઝડપાઈ ગયો હતો.

IMG 20221004 090458

વાત કરીએ તો મુંબઈ એરપોર્ટ પર કસ્ટમ વિભાગે લગભગ 19 લાખ રૂપિયાનું સોનું જપ્ત કર્યું. ચોંકાવનારી વાત એ છે કે, આ સોનું ચોકલેટ અને ટોફીના રેપરમાં છૂપાવીને લવાયું હતું. સ્મગલિંગ કરનારે એટલી ચાલાકીથી ગોલ્ડને છૂપાવ્યું હતું કે, સામે પડ્યું હોય તો પણ કોઈને શંકા ન જાય. જણાવાયા મુજબ, 24 કેરેટનું 369.70 ગ્રામ સોનું દુબઈથી મુંબઈ આવેલી ફ્લાઈટમાંથી ઉતરેલા એક શખસ પાસેથી મળી આવ્યું હતું. જેની બજારમાં કિંમત લગભગ 18,89.014 રૂપિયા છે.

IMG 20221004 090529

આમ જે બાદ ઈન્ટરનેટ પર મુંબઈના કસ્ટમ ડિપાર્ટમેન્ટે @mumbaicus3 ટ્વિટર હેન્ડલ પરથી એક વિડીયો 28 સપ્ટેમ્બરે શેર કર્યો છે. જે ઘણો જ જોવામાં આવી રહ્યો છે. તેના કેપ્શનમાં જણાવાયું છે કે, 27 સપ્ટેમ્બરે દુબઈથી આવેલી એક પેક્સના બેગેજના સ્કેનિંગ દરમિયાન મુંબઈ એરપોર્ટ કસ્ટમ્સે 24 કેરેટ સોનું જપ્ત કર્યું. સોનાનું વજન 396.670 ગ્રામ છે, જેની કિંમત 18,89,014 રૂપિયા છે. ગોલ્ડને ચોકલેટ-ટોફીમાં અને શર્ટના પેપર પેકિંગના બે લેયર વચ્ચે છૂપાવાયું હતું. આમ મુંબઈ એરપોર્ટ પર કસ્ટમ વિભાગના અધિકારીઓ જેમ-જેમ ચોકલેટ અને ટોફીના રેપર ખોલતા જતા હતા, તેમ-તેમ તેમની આંખો પહોળી થતી જઈ રહી હતી.

IMG 20221004 090544

કેમકે, રેપર ખોલ્યા પછી ચોકલેટ પર જે સોનેરી કલરનું કાગળ લગાવેલું હોય છે, તે કોઈ સામાન્ય કાગળ ન હતું, પરંતુ સોનાની પરત હતી. આમ એટલું જ નહીં જ્યારે કસ્ટમના અધિકારીઓએ જ્યારે શર્ટના કાગળના પેપર પેકિંગ વચ્ચેના બે લેયરને અલગ કર્યા તો તેમના આશ્ચર્ય વચ્ચે ત્યાં પણ ઘણી જ ચાલાકીથી સોનું છૂપાવાયેલું હોવાનું જોવા મળ્યું હતું. આ ચોરી માં આ સાથે કસ્ટમના અધિકારીએ શર્ટના પેપર પેકિંગના બે લેયર વચ્ચે છૂપાયેલા સોનાને અલગ કર્યું હતું. જ્યારે ચોકલેટ-ટોફીમાંથી અને પેપર પેકિંગ વચ્ચેથી મળેલા સોનાનું વજન કરવામાં આવ્યું તો તે 369.70 ગ્રામ નીકળ્યું હતુ. જેની બજાર કિંમત 18,89,014 રૂપિયા છે.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ગુજરાતી અખબાર કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *