મુંબઈની લોકલ ટ્રેનમાં ગુજરાતીઓએ બોલાવી ગરબાની રમઝટ!…જુઓ મજેદાર વિડિઓ

મિત્રો જેમ તમે બધા જાણોજ છો કે હાલ નવરાત્રીનોં તહેવાર ચાલી રહ્યો છે આને આજે 5મુ નોરતું છે. તેમજ વાત કરીએ તો નવરાત્રીને લઈને લોકોમાં અલગજ ખુશી જોવા મળતી હોઈ છે. તેવામા હાલ એક ખુબજ જોરદાર વિડિઓ સામે આવી રહ્યો છે જેમાં નવરાત્રીનોં ક્રેઝ ખુબજ જોવા મળી રહ્યો છે. વાત કરીએ તો મુંબઈની લોકલ ટ્રેનમાં મુસાફરોએ ગરબાની રમઝટ બોલાવી હતી, જેનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જેમાં ચાલતી ટ્રેનમાં કેટલાક લોકો ગરબાની મોજ માણી રહ્યા છે.

IMG 20221001 162136

જેમ તમે જાણોજ છો. કે ગયા 2 વર્ષ થી કોરોના ને કારણે નવરાત્રી જોવાજ નથી મળી અને હવે દેશભરમાં તહેવારોની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. હાલ મા આધ્યા શક્તિની આરાધનાનો મહાપર્વ નવરાત્રી ચાલી રહી છે, ત્યારે નવલી નવરાત્રીને લોકો ઉમંગ-ઉત્સાહ સાથે ઉજવી રહ્યા છે. જ્યારેથી નવરાત્રી શરૂ થઈ છે, ત્યારથી દરેક સોશિયલ મીડિયા પ્લેટફોર્મમાં મોટાભાગે ગરબાના જ વીડિયો જોવા મળી રહ્યા છે. ત્યારે હાલ એક એવો જ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.

IMG 20221001 162235

આમ જેમાં કેટલાક લોકો ચાલતી ટ્રેનમાં ગરબા રમતા જોવા મળી રહ્યા છે. આમ વાત કરીએ તો વ્યસ્ત જીવનમાં લોકો હંમેશા ઉજવણી માટે સમય કાઢે છે અને ગમે ત્યારે ગમે ત્યાં જીવનમાં થોડો રંગ ઉમેરે છે. આવી રીતે જ ગઈકાલે ગરબાનો માહોલ આ વર્ષે નવરાત્રીમાં મુંબઈ લોકલ ટ્રેનમાં જોવા મળ્યો હતો. વાસ્તવમાં મુંબઈની લોકલ ટ્રેનમાં ગરબાની રમઝટનો વીડિયો વાયરલ થયો છે. જેમાં જોઈ શકાય છે કે, ટ્રેનની સાંકળી જગ્યામાં મુસાફરો ઢોલ અને મંજીરા સાથે ગરબે રમી રહ્યા છે.

તેમજ કેટલાક લોકો તેમને જોઈને એન્જોય કરી રહ્યા છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે. તમને જણાવી દઈએ કે આ પહેલા પણ આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. મુંબઈની લોકલ ટ્રે્નમાં કેટલીક મહિલાઓએ ટ્રેનમાં ગરબાનો આનંદ માણ્યો હતો. ટ્રેનમાં ઓછી જગ્યા હોવા છતાં મહિલાઓએ બ્રકગ્રાઉન્ડ મ્યુઝિકના તાલે ગરબાની રમઝટ બોલાવી હતી.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ગુજરાતી અખબાર કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *