વાહ શું ગજબ રીતે અખબાર વેચી રહ્યા છે આ કાકા! એવી રીતે અખબાર નું મહત્વ જણાવ્યું કે સાંભળી તમે ખરીદી…. જુઓ વિડિઓ

સોશ્યિલ મીડિયા એક એવું પ્લેટફોર્મ છે જ્યાં અવાર નવાર વિડિઓ વાયરલ થતા હોય છે જેને જોવા લોકો ખુબજ પસંદ કરી રહ્યા છે. દરરોજ અખબાર વેચનાર તમારા ઘરે આવતા જ હશે અને તે તમારા ઘરે પેપર મૂકીને જતા હશે. તમે અવારનવાર લોકોને બસ સ્ટેન્ડ, રેલ્વે સ્ટેશન, ચોક, ગલીના ખૂણે અખબાર વેચતા જોયા હશે. પરંતુ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા એક વિડીઓમાં તમે અખબાર વેચતા કાકાની સ્ટાઈલ ક્યારેય નહીં જોઈ હોય.

ન્યૂઝ પેપર વાળા કાકા ટ્રેનમાં કાવ્યાત્મક શૈલીમાં અલગ અંદાજમા અખબારો વેચી રહ્યા છે. તેઓ જોડકણાં, જોડકણાંવાળા શબ્દોનો ઉપયોગ કરીને વ્યાકરણની યુક્તિઓ શીખવીને લોકોને જાગૃત કરે છે. તેમના સંવાદો સાંભળીને કોઈપણ વ્યક્તિ અખબાર ખરીદવા મજબૂર થઈ જશે. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ વિડીઓમાં તમે એક આધેડ વયના માણસને ટ્રેન ડબ્બામાં ન્યૂઝપેપર વેચતા જોઈ શકો છો.

આ વ્યક્તિનું નામ જીત પ્રસાદ છે. તે બિહારના પટના જિલ્લાના ખગૌલનો વતની છે. તેઓ દરરોજ પટનાથી ચાલતી ટ્રેનોમાં સમાચારપત્ર વેચીને પોતાનું ગુજરાન ચલાવે છે. હાલમાં જ એક મુસાફરે તેનો વિડિઓ બનાવીને સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો. હવે જીત પ્રસાદની અખબાર વેચવાની અનોખી સ્ટાઈલ વાયરલ થઈ છે.

જીત પ્રસાદ કહે છે કે તેમની પાસે અખબારો વેચવાની અનોખી શૈલી છે. તે પોતાની બોડી લેંગ્વેજ અને સ્ટાઈલ દ્વારા દરરોજ અખબારો વેચે છે. તેઓ કહે છે કે તમે જે દેખાય છે તે જ વેચાય છે. આ વિડિઓને @હમ તુમ નામથી ટ્વિટર એકાઉન્ટ માંથી શેર કરવામાં આવ્યો છે. અને લોકો આ વિડિઓ એકબીજા શેર કરી રહ્યા છે. કાકાની આ પેપર વેચવાની અનોખી સ્ટાઇલ પણ લોકો ને ખુબ જ પસંદ આવી છે. આ વિડીઓના કેપ્શન માં લખિયું છે કે ‘અખબાર વેચવાની અનોખી કલા… જય હો…’.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *