હાય ગરમી! મહીલાએ કારના બોનટ પર જ રોટલી ચેડવી , જુઓ વિડીઓ….

ઉનાળાની ઋતુ એટલે જાણે ગરમીઓનો ફૂવારો થતો હોય એવું અનુભવાય છે…આજે દેશના દરેક રાજ્યમાં ગરમીનો પારો ખૂબ જ વધુ પ્રમાણમાં વધી રહ્યો છે ત્યારે આનાથી બચવા લોકો ઘરની બહાર પગ જ નથી મૂકતા અને ઘરમાં રહીને એસી,કુલર કે પંખાની હવા લઈને આરામ કરી પોતાની ઠંડક સંતોષે છે..હાલ ગરમીનો પારો 40 ડીગ્રીને પાર આંબી ગયો છે ત્યારે લાગે કે જાણે સૂર્ય દેવતા આપણી સાથે જ ઉભા હોય એમ પોતાના ગરમીનો પ્રકોપ વરસાવી રહ્યા છે એવા સમયમાં હાલ સોશિયલ મીડિયામાં આ ગરમીની હાલતને દર્શાવતો એક વિડીયો ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે જે જોઇને તમે કહેશો કે આવું પણ થઇ શકે?

વિડીયોમાં તમે જોઈ શકો છુઓ કે મહિલા પહેલા રોટલીના લોટને પાટલી પર રાખીને વણે છે ત્યારબાદ  જયારે રોટલી વણાય જાય પછી તે આ રોટલીને કારની બેનેટ પર રાખી દે છે, ત્યાં થોડો સમય બાદ જ તમે જોઈ શકો છુઓ કે  રોટલી આપો આપ ચડવા લાગે છે જે પછી મહિલા તેને આગળ પાછળ ફેરવે છે જેથી બંને સાઈડ સરખી ચડી જાય. આ વિડીયો પરથી સ્પષ્ટ થઇ આવે કે આ રોટલી સાવ ઓછા સમયમાં પણ આટલી સરસ રીતે પાકી ગઈ…જેનું કારણ માત્ર અસહ્ય ગરમી છે. જોકે આ વિડીયો ગરમીની સ્થિતિ દર્શાવે છે નહી કે રોટલી બનાવવાની નવી રીત…


આ વિડીયો ટ્વીટર પર નીલામાંધબ પાંડાએ શેર કરેલો છે જે લોકોને ખૂબ જ ગમ્યો અને આ વિડીયો પર લોકોએ જુદી જુદી પ્રતિક્રિયા પણ આપી છે કે જેમાં એક વ્યક્તિ એવું જણાવે છે કે “LPG બચાવવાનો આ સારો જુગાડ છે ” જ્યારે બીજા એક યુઝરે એવી પ્રતિક્રિયા આપી કે “આના પરથી આપણે ગરમીનું પ્રમાણ જાણી શકીએ છીએ.”જોકે આ બાબતો પરથી આપણે એક બાબત શીખવવાની છે કે આપને આ અસહ્ય ગરમીમાં સાવચેતી રાખીને રહેવાનું છે નહિતર આપણી હાલત પણ બોનેટ ઓર શેકાયેલી રોટલી જેવી થઇ જશે….

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *