કૂતરો બન્યો પાર્કિંગ ડ્રાઈવર કોચ ! વિડીયો જોઈને લોકો આશ્ચર્ય પામ્યાં…જુઓ વિડીયો

આજના સોશિયલ મીડિયામાં મનોરંજન એ સૌથી અગત્યતા ધરાવે છે,ત્યારે તેમાં વાયરલ થતા કેટલાક મજેદાર ફની વિડીયો આપણો દિવસ યાદગાર બનાવી જાય છે. મિલ બાટ કે ખાઓ એ કહેવત મુજબ આજે લોકો આવા વિડીયો પોતાના મિત્રો તેમજ સગાસંબંધીઓને શેર કરે છે…ફર્ક બસ એટલો જ છે કે પહેલા લોકો જીવનમાં ચાલતી ઘટનાઓ તેમના મિત્રો તેમજ સગાસંબંધીઓને શેર કરતાં હવે અત્યારે આજની પેઢીએ તેને મનોરંજનું સ્વરૂપ આપ્યું છે.. ત્યારે આ સમયમાં આજકાલ આવો જ એક મજેદાર વીડિયો લોકોની નજરે ચડ્યો છે જેમાં એક શ્વાન પોતાના માલિકની ગાડીના પાર્કિંગ અંગે કોચ બની જાણે વફાદારી નિભાવી રહ્યો હોય તેવું જોવા મળે છે..

આજના અદ્યતન યુગમાં આપણે સૌ જાણીએ છીએ કે આજના સમયમાં વાહનોની ટેક્નોલોજીનો વ્યાપ ઘણોખરો વધવા પામ્યો છે,પરંતુ આ વાહનની ટેક્નોલોજીમાં કાર એ સૌથી પ્રભાવશાળી તેમજ જોખમરૂપ સાધન છે,યોગ્ય આવડત ધરાવતા લોકો જ તેનો વ્યવસ્થિત રીતે ઉપયોગ કરી શકે છે,ત્યારે એમાં કાર પાર્કિંગની આવડત એ કોઈપણ ડ્રાઈવર માટે મહત્વની તેમજ સોયની ધાર પર ચાલવા જેવી બાબત છે..જોકે આજે અદ્યતન અને સ્માર્ટ ટેક્નોલોજીથી આ કાર્ય ઘણું સરળ બન્યું છે ત્યારે સોશિયલ મીડિયા પર એક લોકોના દિલને મોહી લે તેવો વિડીયો વાયરલ થયો છે જે જોતા જ તમને શ્વાન સામે નતમસ્તક થવાનું મન થશે…

ઉપરના વીડિયોમાં આપ જોઈ શકો છો કે તે શ્વાન તેના માલિકને બંને પગના ઇશારાથી કાર પાર્ક કરવા અંગે જણાવી રહ્યો છે અને ગજબની વાત એ છે કે આ અંગે કારમાં બેઠેલી તે વ્યક્તિ તે શ્વાનના દિશાનિર્દેશ મુજબ કાર્ય કરે છે..અને હજી ચોંકાવે તેવી વાત એ છે કે એ શ્વાન ચાર પગ પર બેસીને ભસે છે જાણે તે તેના માલિકને કહેવા માંગતો હોય કે “ગાડી રોકો,પાછળ કોઈ હવે જગ્યા બાકી છે નહીં ”

આ વિડીયો જોયા બાદ લોકોએ શ્વાનની આ બુધ્ધિક્ષમતાના અગણિત વખાણ કર્યા છે .આ વીડિયોને સોશિયલ મીડિયામાં ઇન્સ્ટાગ્રામમાં goldenretrieversdelights નામના એકાઉન્ટમાં શેર કરવામાં આવ્યો છે,તે પોસ્ટમાં ઘણા લોકોએ કોમેન્ટ પણ કરી છે જેમાં એક યુઝરે એવું જણાવ્યું કે,’તેમના સેન્સ ઓફ હ્યુમર સામે કોઈ જીતી ના શકે “અન્ય એક યુઝરે લખ્યું કે “મિત્રો આ રીતે કામ ના કરાવશો.” આ ઉપરાંત ઘણા યૂઝર્સે ઈમોજી પણ શેર કર્યા હતાં .

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *