કાકાએ છુટ્ટા હાથે બાઈક ચલાવી સ્ટંટ કર્યા અને વિડીઓ બનાવ્યો! પોલીસે વિડીઓ જોતા જ આટલા હજાર નો દંડ ફટકાર્યો

આજકાલના યુગમાં દરેક લોકો પોતાર્ની અંદર રહેલું ટેલેન્ટ બતાવવામાં પડ્યા છે,અને લોકો સીશીયલ મીડિયામાં અમુક લોકો વ્યુઝ અને લાઈક મેળવવા મૂર્ખામીભર્યા ટેલેન્ટ લોકો સામે પ્રદર્શિત કરે છે જોકે આ ટેલેન્ટ ને યોગ્ય સમયે,યોગ્ય જગ્યાએ કરવામાં આવે તો લોકો તેને બિરદાવી શકે છે પરંતુ જો તમે તમારી અંદર રહેલ અમુક ખતરનાક ટેલેન્ટ જેમાં જીવનું જોખમ પૂરેપૂરું રહેલું હોય તેવી કલા જો તમે જાહેરમાં એનો દેખાડો કરવા જાવ તો તમને જાનહાની થઈ શકે છે..આવો જ એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયેલો જોવા મળે છે જેમાં એક વૃદ્ધ વડીલ સર્કસના ખેલની જેમ બાઈક પર કરતબ દેખાડી રહ્યા છે..એ વિડીયો જોઈ તમને પણ નવાઈ લાગશે અને ત્યારબાદની ઘટના જોઈ હસવું પણ આવશે…

આપણા વડીલો અને આપણા ટ્રાફિકના નિયમો એવું જણાવે છે કે રસ્તા પર નિયમાનુસાર અને કોઈ ઈજા નાં પહોચે એ રીતે ચાલવું જોઈએ,પણ કેટલાક ટેલેન્ટેડ લોકો જે આ બાબતમાં ખૂબ જ લાપરવાહ છે તેઓ પોતાની તો ઠીક આસપાસ ચાલતા લોકોની પણ ચિંતા કરતા નથી અને પોતે પણ પડે છે અને બીજાને પણ ઈજા પહોચાડે છે…વાયરલ થયેલ વિડીયો અંદાજે ગાઝીયાબાદ ની વેબ સીટીનો છે જોકે આ જગ્યા સ્ટંટ કરનારા લોકો માટે સારી માનવામાં આવે છે અહી આજ જગ્યાના એક આધેડ ઉમરના વ્યક્તિ જેણે સફેદ રંગનો શર્ટ અને પેન્ટ પહેરેલું છે અને સાથે સાથે સ્પોર્ટ્સ શૂઝ પણ પહેરેલા છે    જે કાળા રંગની પલ્સર ચલાવીને સ્ટાઈલ મારીને ચલાવતા જોવા મળી રહ્યા છે…જેમાં તે છૂટ્ટા હાથે બાઈક ચલાવે છે અને ક્યારેક સીટ પરથી ઉભા પણ થઇ જાય છે અને જાણે કોઈ બાઈક રેસમાં હોય એ રીતે ફૂલ સ્પીડમાં બાઈક ચલાવતા જોવા મળી રહ્યા છે અને આ વિડીયો એડીટેડ હોવાથી બેક ગ્રાઉન્ડમાં મ્યુઝીક પણ ચાલી રહ્યું છે જાણે કોઈ ફિલ્મી સીન ચાલી રહ્યો હોય એ રીતે…

જોકે એક માહિતીનુસાર અહીયાની પોલીસ આ બધી વાતો અંગે વાકેફ છે જ…બસ એ લોકો આવા વીડિયોના વાયરલ થવાની રાહ જોતા હોય છે અને પછી ખૂબ જ મોટું ચલણ વસૂલી લે છે..જોકે ત્યારબાદ એ લોકો અલગ થઇ જાય છે કેમ કે આ બાબતને ઊંડી રીતે જોઈએ તો  દિલ્હી-NCR આવા સ્ટંટ કરનારા લોકોથી ખૂબ હેરાન થઇ ગયા છે અને આ લોકોના મનમાનીભર્યા આ વર્તનને કારણે અહિયાં ઘણી વાર ઝઘડાઓ થતા જોવા મળે છે અને રસ્તા પર ચાલતા વ્યક્તિઓ સાથે પણ બાધે છે એટલે અમુક બુદ્ધિશાળી લોકો આ લોકો સાથે બાધવા કરતા પોતાનો રસ્તો જ બદલી લે છે..


જોકે આ વિડીયો અંગે ચર્ચા કરીએ તો આ વિડીયોમાં  ઘણાએ ટીકા કરી પ્રતિભાવો આપ્યા છે કે એમાં એક યુઝરનું એવું કહેવું છે કે “અંક્લજી જો થોડુક બેલેન્સ પણ બગડ્યુંને તો જીંદગી ખોઈ બેસશો”તો એક યુઝરે એવું પણ કહ્યું કે “ખબર નહી,આ અંકલ આ ઉમરમાં આવી ટ્રેનીંગ શું કામ લેતા હશે!”જોકે આ બાબત અંગે સમાજને અપીલ છે કે મહેરબાની કરીને આવા ખેલ જાહેર માર્ગો પર નાં કરશો..નહિતર શારીરિક અને આર્થિક બંને નુકસાન ભોગવવું પડશે…

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published.