ગુજરાતનુ આ આખુ ગામ એક ભાણે જમે અને એની વિશેષતા જાણીને તો દંગ રહી જશો ! જાણો આ ગામ વિશે

આપણા દેશમાં વડીલોની સેવા કરવી એ એક પુણ્યનાં કામ તરીકે ગણવામાં આવે છે.પરંતુ આજના આ ફાસ્ટ ફોરવર્ડ જમાનામાં લોકો એટલા વ્યસ્ત થઇ ગયા છે કે પોતાના માઁ-બાપને પણ વૃદ્ધાશ્રમમાં મૂકવા પડે છે..સોશિયલ મીડિયામાં #momdadislove લખતા લોકો માઁ-બાપ આજે કોઈ વૃદ્ધાશ્રમમાં જોવા મળે છે…જોકે આજ અનાથશ્રમ કરતા વૃધ્ધાશ્રમોની સંખ્યા ઘણી જોવા મળે છે પરંતુ આજે એક એવા ગામ વિશેની વાત છે જ્યાં વૃધ્ધો માટે એક અલાયદી સુવિધા જોવા મળે છે…જીવનની ઢળતી સંધ્યાએ મમ્મીને ભોજન બનાવવાની કડાકૂટ ના કરવી, તે માટે દેશ-પરદેશમાં રહેતા તેમના સંતાનો દ્વારા આ વ્યવસ્થા ઊભી કરાઇ છે. જોકે આ વ્યવસ્થાથી માતાઓ અને વડીલો બંને ખુશ છે.
શુ છે આ ગામની વિશેષતા અને વ્યવસ્થા ચાલો જાણીએ..

એક મળેલ માહિતી અનુસાર ગુજરાતના મહેસાણા જિલ્લામાં તીર્થધામ બહુચરાજીથી પાંચ કિમીના અંતરે આવેલા 1000 લોકોની વસતી ધરાવતા ચાંદણકી નામના 40 થી 50 વૃદ્ધોની સંખ્યા ધરાવતા આ ગામમાં 55-60 વર્ષથી વધુ ઉંમરના વૃદ્ધો અને વડીલો રહે છે.અહીંના ગામના રહેવા વાળા તમામ લોકો એકસાથે એક જ રસોડે જમે છે..

આ ગામની વિશેષતા અંગે વાત કરીએ તો ભોજન અંગે જે સમય નક્કી કર્યો છે તે મુજબ જ આ ગામમાં પ્રવેશતા ડાબી બાજુએ આવેલ ચંદ્રેશ્વર મહાદેવ મંદિરના પરીસરમાં, નિયમીત રીતે બંન્ને ટાઇમ ટેબલ-ખુરશી ગોઠવાઇ જાય છે અને ભોજન પિરસવાનું શરુ થઇ જાય છે,અને જાણવા જેવી બાબત તો અહીં એ છે કે અહીં ભોજન લેનાર પણ વૃદ્ધ છે અને પિરસનાર પણ. લોકો ભોજન કરતા જાય અને એકબીજા સાથે સુખ દુ:ખની વાતો કરતા જાય. આ દૃશ્ય જોઈને એવી અનુભૂતિ થાય કે આ સૌ એક જ પરિવારના સભ્ય છે,અને આ એમનો રોજનો નિત્યક્રમ બની ગયો છે.

ઉપરાંત આ ગામમાં બરાબર 11 વાગે ઘંટનાદ થતાં જ ગામના તમામ વૃદ્ધો મકાનના દરવાજા બંધ કરીને મંદિર બાજુ જવા લાગે છે. અને થોડીવારમાં જ આખું ગામ ભેગું ટોળે મળી જાય છે…ઉપરાંત બીજી વિશેષતા એ છે કે આ ગામનો સાક્ષરતા દર 100 ટકા જેટલો છે અને આ ચાંદણકી ગામ નિર્મળ અને તીર્થગામ સહિતના અનેક એવોર્ડ મેળવી ચૂક્યું છે..

આ ગામની વ્યવસ્થા અંગે વાત કરીએ તો અહીંના રસ્તા એકદમ સાફ -સુંથરા છે.જો કોઈ પણ ગામ માટે ખૂબ જ ભાગ્યની વાત કહી શકાય છે…કેમ કે ગામડાંઓમાં સારા રસ્તા હોવા એજ અજીબની વાત છે જોકે આ બાબત હવે ગામડાં કરતા અમુક શહેરોમાં વધુ જોવા મળે છે…

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published.