અમદાવાદ: દીકરીને જણનારી માતા જ બની બે માસની માસુમનો કાળ ! સમગ્ર ઘટના CCTVમાં કેદ…જુઓ વિડિઓ

મિત્રો આ દુનિયામાં આપણા જીવનમાં માતા-પિતા થી કોઈ મહત્વનું હોતું નથી. જીવનમાં કોઈ પણ મુશ્કેલી આવી જાય તે બધીજ મુશ્કેલીઓ દૂર કરવા આપણા માતા- પિતા હમેશા હાજર હોઈ છે. જો હાલના સમયની વાત કરવામાં આવે તો હાલ એક એવો કિસ્સો સામે આવી રહ્યો છે જે માતાની મમતાને લાંછન લગાડે તેવો છે. જેમાં એક માતાએજ નાની બાળકીના જીવનનો અંત લાવીને દીધો. તેમજ આ ઘટનાનો cctv ફૂટેજ પણ સામે આવી રહયા છે. એવો તમને આ ઘટના વિગતે જણાવીએ.

હત્યાનો આ ધ્રુજાવી દેતો કિસ્સો અમદાવાદની એક સિવિલ હોસ્પિટલમાંથી સામે આવી રહી છે થયું એવું કે આણંદ જિલ્લાના પેટલાદના રાવલી ગામમાં રહેતા યુવક કે જેનું નામ આસિફમિયાં મલેક તેની પત્ની ફરજાનાબાનુ છે જો જણાવીએ તો બે માસ પહેલાં જ પત્નીએ દીકરીને જન્મ આપ્યો હતો. જોકે જન્મતાંની સાથે જ દીકરી બીમારીથી પીડાતી હોવાથી તેને વડોદરાની એસએસજી હોસ્પિટલમાં 24 દિવસ માટે દાખલ કરી ઓપરેશન કર્યું હતું. ત્યારે તબીબે બાળક ખરાબ પાણી પી ગયું હોવાથી તકલીફ થઇ હોવાનું જણાવ્યું હતું.

ત્યાર બાદ ફરી આંતરડાનો ભાગ બહાર આવતાં દીકરીને નડિયાદ હોસ્પિટલ દાખલ કરવામાં આવી હતી. ત્યાં પણ કોઈ ફરક ન પડતાં દીકરીને અમદાવાદની સિવિલ હોસ્પિટલ દાખલ કરવામાં આવી હતી. આમ આ દરમિયાન ગઈકાલે સવારના સમયે આસિફમિયાંએ ઊઠીને જોયું તો વોર્ડ નંબર 3માં તેમની બે માસની દીકરી અમરીનબાનુ ન હતી. જોકે જે બાદ તેમણે હોસ્પિટલના સીસીટીવી ચેક કરાવ્યા ત્યારે સામે આવી હત્યાની ઘટના આ cctvમાં સામે આવ્યું કે તેની પત્ની ફરજાનાબાનુ તેની દીકરીને લઈને ત્રીજા માળેથી નીચે ફેંકી દીધી હોવાનું જાણવા મળ્યું હતું. આમ આ સમગ્ર ઘટના cctv કેદ થઇ હતી.

જેથી તેઓ તાત્કાલિક નીચે દોડીને જતાં દીકરીનું મોત નીપજ્યું હતું, જેથી આ બાબતે ફરજાનાબાનુની પૂછપરછ કરતાં દીકરી અમરીનબાનુ જન્મથી જ બીમાર રહેતી હતી, જેથી કંટાળી ગઈ હોવાથી તેણે ત્રીજા માળેથી તેને ફેંકીને દીધી હોવાનું જણાવ્યું હતું.આમ જે બાદ તરતજ પતિ આસિફમિયાંએ શાહીબાગ પોલીસ સ્ટેશનમાં પત્ની ફરજાબાનુના વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે હત્યા સહિતનો ગુનો નોંધી તેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ગુજરાતી અખબાર કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *