પ્રેમની એવી સત્ય ઘટના કે જાણી તમારી આંખો માંથી આંસુ આવી જશે ! લગ્નને ત્રણ જ માસ થયા હતા ત્યાં જ પતિ-પત્નીની અર્થી ઉઠી તો સૌ કોઈ હીબકે ચડ્યું

પ્રેમ એક એવી વસ્તુ છે જે અનેક વખત લોકોનું જીવન સુધારી દેતી હોય છે તો અમુક વખત પ્રેમને લીધે મૌતની શૈયાએ સુવાનો વારો આવતો હોય છે,એવામાં હાલ પ્રેમને લગતી એક હાલ ખુબ જ દુઃખદ ઘટના હાલ સામે આવી છે જેના વિશે જાણીને તમારા તો હોશ ઉડી જ જશે સાથો સાથ દુઃખને લીધે આંખમાંથી આંસુ પણ આવી શકે છે, તો ચાલો તમને આ ઘટના વિશે જણાવી દઈએ.

ઉત્તરપ્રદેશના ગાઝિયાબાદ માંથી આ દુઃખદ ઘટના હાલ સામે આવી છે જેમાં એક પતિનું નિધન થતા પત્ની તેનું દુઃખ સહન કરી શકી હતી નહીં અને પોતે પણ સાતમા માળેથી કૂદીને પોતાની જિંદગી ટૂંકાવી દીધી હતી.ઘટનાની જાણ થતાની સાથે જ સ્થાનિક પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને પુરી ઘટનાની તપાસ હાથ ધરીને બંનેના મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી દેવામાં આવ્યા હતા.

તપાસ અનુસાર મૃતકના નામ જાણવા મલ્યા છે, ગાઝિયાબાદ કૌશાંબી પોલીસ સ્ટેશન વિસ્તારની છે જ્યા વૈશાલી ચોકીમાં આવેલ એલકોન એપાર્મેન્ટના સાતમા માળેથી નવપરણિત યુવતીએ પોતાના પતિનું હાર્ટઅટેકથી મૃત્યુ થતા પોતે દુઃખ સહન ન કરી શકતા કૂદીને જીવ આપી દીધો હતો. પતિના મૃત્યુના ખબરના કલાકોની અંદર જ પત્નીના મૃત્યુની પણ ખબર મળતા પરિવારજનોમાં દુઃખના આભ ફાટી પડ્યા હતા.

તપાસ અનુસાર સામે આવ્યું છે કે નવપરણિત યુવતીના 3 માસ અગાઉં જ લગ્ન થયા હતા, હજુ લગ્નને ત્રણ માસ પણ થયા ન હતા ત્યાં જ યુગલ મરણ પથારીએ સુઈ ગયું આ વાતની કોને જાણ હશે ?પતિ-પત્નીની એક સાથે અર્થી ઉઠતા આસપાસના વિસ્તારોમાં ભારે શોકાતુર માહોલ બન્યો હતો જયારે લોકોએ દુઃખ વ્યક્ત કર્યું હતું.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *