ગઝલ સમ્રાટ પંકજ ઉધાસ છે, ગુજરાતના આ ગામના વતની હતા, માત્ર ૫૧ રૂપિયાની કમાણી કરનાર પંકજ ઉધાસ આ રીતે બન્યા ગઝલકાર..જુઓ કેવું જીવન જીવતા

કાલનો દિવસ સંગીતજગત તેમજ સંગીતપ્રેમીઓ માટે ખૂબ જ દુઃખદ રહ્યો છે, વરસોથી લોકોના હૈયામાં પોતાની અનોખી જગ્યા બનાવનાર ગઝલકાર પંકજ ઉધાસ સૌને ઉદાસ મૂકીને આ દુનિયામાંથી ચાલ્યા ગયા. ૭૨ વર્ષની વયે તેમણે લાંબી બીમારી બાદ પોતાના પ્રાણ છોડી દીધા અને આ દુઃખદ ખબર તેમની દીકરીએ સોશિયલ મીડિયાના માધ્યમથી આપી હતી. પંકજ ઉધાસ મૂળ ગુજરાતી હતા અને તેમણે પોતાના જીવનમાં પહેલીવાર ૫૧ રૂપિયાની કમાણી કરી હતી અને આજે જ્યારે તેઓએ આ દુનિયામાંથી વિદાય લીધી છે ત્યારે કરોડોની સંપતિ તે છોડીને ચાલ્યા ગયા છે.

pankajudhas26022024 1c

પંકજ ઉધાસ કોણ છે અને તેમની ગઝલકાર તરીકેની યાત્રા કેવી રહી તે અંગે આપણે સંપૂર્ણ માહિતી વિગતવાર જાણીએ. પંકજ ઉધાસ ગઝલના સમ્રાટ ગણાય છે, તેમના મુખેથી ગવાયેલ ગઝલ આજે લોક હૈયામાં વસી ગઈ છે. જગતભરમાં લોકપ્રિય બનનાર પંકજ ઉધાસ નો જન્મ 17 મે, 1951ના રોજ રાજકોટમાં જેતપુર શહેરમાં થયેલ અને તેમના પિતા દીવાન હતા સૌથી ખાસ વાત એ છે કે તેમનો પરિવાર વરસોથી સંગીત સાથે જોડાયેલો હતો. તેમના મોટા ભાઈ મનહર ઉધાસને હિન્દી પ્લેબેક સિંગર તરીકે બોલિવૂડમાં થોડી સફળતા મેળવેલ છે તેમના બીજા મોટા ભાઈ નિર્મલ ઉધાસ પણ પ્રખ્યાત ગઝલ ગાયક છે.

Screenshot 2024 02 27 09 37 07 10 680d03679600f7af0b4c700c6b270fe7

પંકજજી ત્રણ ભાઈઓમાંથી પ્રથમ હતા જેમણે ગાવાનું શરૂ કર્યું. તેમણે તેમનું શિક્ષણ સર બીપીટીઆઈ ભાવનગરમાંથી કર્યું હતું. તે પછી તેનો પરિવાર મુંબઈ આવી ગયો અને પંકજે ત્યાંની સેન્ટ ઝેવિયર્સ કોલેજમાં અભ્યાસ કર્યો. પંકજ ઉધાસ ના મોટા ભાઈ મનહર એક સ્ટેજ કલાકાર હતા જેમણે પંકજને પ્રથમ વખત સ્ટેજ પર ગાવાની તક આપી હતી. પંકજે પહેલો શો ભારત-ચીન યુદ્ધ દરમિયાન કર્યો હતો જ્યાં તેણે “એ મેરે વતન કે લોગોં” ગાયું હતું. આ ગીત ગાવા બદલ તેમને ૫૧ રૂપિયા મળ્યા. આ તેમના જીવનની પહેલી કમાણી હતી. આ શોની સફળતા બાદ તેમને ક્યારેય પાછળ ફરીને નથી જોયું.

bf00bc98059d33da892c2546cf31ec85f6da8

“શરાબી નાટ્ય એકેડમી” માં પોતાનો અભ્યાસ શરૂ કર્યો અને તબલા શીખવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું. તે પછી તેણે B.Sc કર્યું. પૂર્ણ કર્યા પછી, ગાવાની ટ્રિક્સ શીખવાનું શરૂ કર્યું. પંકજ ઉધાસે પોતાની ગઝલો બનાવી અને અમેરિકા જઈને ઘણા ગઝલ શો કર્યા જે ભારે હિટ થયા. પંકજ ઉધાસનું પહેલું ગઝલ આલ્બમ “આહત” 1980માં આવ્યું હતું જે ખૂબ જ સફળ રહ્યું હતું. અને ત્યારથી પંકજ ઉધાસ પ્રખ્યાત ગીતકાર અને ગઝલ ગાયક બની ગયા.

20240227 093102

1986માં પંકજને પહેલીવાર ફિલ્મ “નામ”માં કામ કરવાનો મોકો મળ્યો, આ ફિલ્મમાં તેણે લતા મંગેશકર સાથે કામ કર્યું અને ‘ ચિઠ્ઠી આઈ હૈ ‘ ગીત ખૂબ જ લોકપ્રિય બન્યું અને આજે પણ તેની લોકપ્રિયતા અકબંધ છે. નામ ફિલ્મની સફળતા બાદ પંકજ ઉધાસે સાજન, યે દિલ્લગી, ફિર તેરી કહાની યાદ આઈ જેવી ઘણી ફિલ્મોમાં પંકજ ઉદાસે પોતાના અવાજથી સૌને મંત્રમુગ્ધ કર્યા છે.

Screenshot 2024 02 27 09 31 30 60 680d03679600f7af0b4c700c6b270fe7

ભારત સરકારે પંકજ ઉધાસને પદ્મશ્રી પુરસ્કારથી પણ સન્માનિત કર્યા કારણ કે તેમને ગાયેલ ગઝલો એ સંગીતનો અમૂલ્ય વારસો બન્યો. પંકજ ઉધાસ ભલે આ દુનિયામાં નથી રહ્યા પરંતુ તેમણે ગાયેલ ગઝલોમાં તેમનો સ્વર આજે પણ જીવંત છે, સંગીતકાર હોય કે ફિલ્મોનો કલાકાર તેઓ ક્યારેય મરતા જ નથી કારણ કે તેમની કળા લોક હૈયામાં જીવંત રહે છે અને તેમની કાયમી યાદ આ દુનિયામાં ધબકતી રહે છે.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *