ડાયમંડ સીટી સુરતમાં ધોળા દિવસે બન્યો લૂંટ નો બનાવ! ઇસમે મહિલાને માર માર્યો અને લૂંટ… જુઓ આ cctv ફૂટેજ

રાજ્યમાં જો વાત કરવામાં આવે તો ગુનાહિત પ્રવૃતિઓ દિવસેને દિવસે વધતી જ જઈ રહી છે, રાજ્યમાં રોજના ઘણા બધા એવા ગુનાહિત પ્રવૃત્તિઓ સાથે જોડાયેલ ઘટનાઓ સામે આવી રહી છે જેના વિશે જાણીને આપણે પણ દંગ જ રહી જતા હોઈએ છીએ. એવામાં ડાયમંડ સીટી સુરતમાંથી લૂંટની ઘટના સામે આવી છે જેમાં એક યુવકે ધોળા દિવસે મહિલા પર પેહલા લૂંટ ચલાવી હતી અને પછી તેને માર માર્યો હતો, ચેન સ્નેચિંગની આ ઘટના સીસીટીવી ફુટેજમાં કેદ થઇ ચુકી હતી.

જણાવી દઈએ કે સુરતના રાંદેર વિસ્તારમાં એક 58 વર્ષિયય મહિલા પર એક યુવકે ધોળા દિવસે લૂંટ ચલાવીને આધેડવયની મહિલાના ગળામાં રહેલ ચેન(કિંમત 45 હજાર રૂપિયા) ને ખેંચી ફરાર થયો હતો, એવામાં આ મહિલા આ ચોરને રોકવા જતા રસ્તા પર પડી ગઈ હતી. મહિલા રસ્તા પર પડી જતા આ લુટેરાએ આવીને મહિલાને માર માર્યો હતો. ચેન સ્નેચિંગની આ પુરી ઘટના સીસીટીવી ફુટેજમાં કેદ થઇ ચુકી હતી જે હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે.

આ લૂંટનો ભોગ બનનાર મહિલાનું નામ નીતાબેન મકવાણા છે જે તારવાડી વિસ્તારમાં આવેલ તાડવાડી સોસાયટી પરથી પસાર થઇ રહ્યા હતા ત્યારે બાઈક પર આવેલ બે યુવકોએ નીતાબેનનો ચેન ખેંચ્યો હતો, એક ઝટકે ચેન ન આવતા આ યુવકે ફરી એક વખત મહિલા પર ધાડ પાડી હતી અને સોનાનો ચેન ખેંચી પચાવી પાડ્યો હતો અને આ મહિલાને માર પણ માર્યો હતો

 

આ ઘટનાને પગલે લોકોમાં પણ ભારે અરેરાટી ફેલાય ગઈ હતી, એટલું જ નહીં ધોળા દિવસે આવી ઘટના બનતા લોકોમાં ભારે રોષ પણ વ્યાપી ગયો હતો.યુવકે આવું કૃત્ય કરતા મહિલાના હાથ પગ પર ઇજા થવા પામી હતી. આ ઘટનાને પગલે પોલીસે સીસીટીવીના આધાર પર પોલીસે આ અજાણ્યા શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધી હતી.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *