બાપ રે ! પકોડા કાઢવા માટે આ મહિલા જારો નહીં પણ હાથ નો ઉપયોગ કરે છે, વિડીયો જોઈ અચંબીત થશો

પકોડા એવી વસ્તુ છે જેને ખાવાનું દરેક વ્યક્તિ પસંદ કરે છે વરસાદ હોય કે ઠંડીની ઋતુ ગરમાગરમ પકોડા ખાવાની મજા જ અલગ હોય છે. પકોડા ને તડવા માટે ગરમ તેલ ની જરૂર પડે છે. જ્યારે તેલ સારી રીતે ઉડી જાય ત્યારે તેમાં પકોડા તળવામાં આવે છે. આ તેલ એટલું ગરમ હોય છે કે પકોડા ને લાંબા ઝારાની મદદથી કાઢવા પડે છે. પકોડા બનાવતી વખતે સૌથી મોટું એ વાતનું હોય છે કે તેમાં ગરમ તેલથી દાજી ન જવાય. આવા ગરમ તેલમાં પકોડા તરતી વખતે જો હાથમાં એક છાંટો પણ ઉડી જાય તો હાલત બગડી જાય છે. પરંતુ આજે તમને એક એવી મહિલાના આ વિડીયો દેખાડીએ જેને જોઇને તમે પણ મોંમાં આંગળા નાખી જશો.

તેમજ વાયરલ વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે એક મહિલા અનોખી રીતે પાવ વડા બનાવી રહી છે. તે પાવની અંદર બટાકાનું સ્ટફિંગ ભરે છે અને પછી તેને બેસનના ખીરામાં રગદોળીને ફ્રાય કરે છે. પરંતુ આ સાથે જ તે જયારે આ પકોડા તળતી હોય છે. ત્યારે તે પોતાના હાથે જ આ વડા બહાર કાઢે છે જેને જોઇને લોકો પણ ચોકી જાય છે. હવે આ મહિલા કેવી રીતે આ પાવ વડાને બહાર કાઢી રહી છે તે જાણી શકાતું નથી. જયારે આપણા ઉપર ગરમ તેલનું એક ટીપું પણ પડી જાય તો આપણે બુમરાણ મચાવી દેતા હોઈએ છીએ. પરંતુ આ મહિલા તો ખુબ જ આરામથી તેલમાંથી એક એક પાઉ વડા બહાર કાઢી અને ગ્રાહકોને પેક કરીને આપી રહી છે.

આમ આ વીડિયોને વેજી બાઈટ નામના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ ઉપરથી અપલોડ કરવામાં આવ્યો છે. સાથે જ કેપશનમાં આ વીડિયો નાસિકનો હોવાનું પણ જણાવવામાં આવ્યું છે. આ વીડિયોને અત્યાર સુધીમાં 31 હજાર કરતા પણ વધુ લોકો લાઇક કરી ચુક્યા છે. ઉપરાંત ઘણા લોકો આ મહિલાની કુશળતાના વખાણ કરતા તેને બહાદુર મહિલા પણ ગણાવી રહ્યા છે. આમ ઇન્ટરનેટ ઉપર ખાણીપીણીને લઇને ઘણા બધા વીડિયો વાયરલ થતા હોય છે.

જેમાં લોકો ગ્રાહકોને આકર્ષવા માટે પણ અવનવી રીતો અપનાવતા હોય છે અને તેના કારણે તે વાયરલ પણ થઇ જતા હોય છે. હાલ એવી જ એક મહિલાનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જે પકોડા વેચે છે, પરંતુ તે પકોડા વેચવામાં માટે જે કરે છે તે ખુબ ડરામણું છે.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *