ચાલુ મેચમાં થયું આ ક્રિકેટરનું હાર્ટ અટેક થી મોત! વિડિઓ જોઈ તમેં પણ ધ્રુજી ઉઠશો

મિત્રો વાત કરીએ તો આ દુનિયામાં કોઈપણ વ્યક્તિને મોત ક્યારે અને કેવી રીતે આંબી જતો હોઈ છે તે કોઈને ખબર હોતી નથી. ઘણી વખત કોઈ અકસ્માતમાં કે હત્યાને લઇ વ્યક્તિનું કમકમાટી ભર્યું મૃત્યુ નીપજતું હોઈ છે. તેવીજ રીતે હાલ એક મોત નો દુઃખદ મામલો સામે આવી રહ્યો છે. જેમાં એક ચાલુ મેચમાં પાકિસ્તાની ક્રિકેકેટર ઉસ્માન શિનવારીનું હાર્ટએટેકને કારણે નિધન થતા ખેલાડીઓમાં શોકની લાગણી વ્યાપી હતી.

IMG 20220926 091321

વાત કરીએ તો આ ઘટના પાકિસ્તાની કોર્પોરેટ લીગ હેઠળ લાહોરના ખ્યાતનામ જ્યુબલી ક્રિકેટ ગ્રાઉન્ડમાં રવિવારે બની હતી. આ મેચ બર્જર પેન્ટ્સ અને ફ્રાઈઝલેન્ડની વચ્ચે મેચ રમાતી હતી. બર્જર પેન્ટસની ઈનિંગ ચાલું હતું અને ફ્રાઈઝલેન્ડની ટીમ બોલિંગ નાખતી હતી. આ દરમિયાન ફિલ્ડર ઉસ્માન શિનવારી ચક્કર ખાઈને મેદાનમાં ઢળી પડ્યો હતો. તેને હાર્ટએટેક આવ્યો હતો. આ જોઈને મેદાનમાં રહેલા ખેલાડીઓ દોડયાં હતા અને શિનવારીને ભાનમાં લાવવાની કોશિશ કરવા લાગ્યા હતા. કોઈ પવન પણ નાખતું હતું.

IMG 20220926 091345

તેમ છતાં પણ તે ભાનમાં આવ્યો નહોતો અને તેને તાત્કાલિક એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલ લઈ જવાયો હતો જ્યાં ડોક્ટોએ તેને મૃત જાહેર કર્યો હતો. આ ઘટના બાદ ખેલાડીઓમાં ભારે શોકની લાગણી ફેલાઈ છે. આમ મોત તો વણનોતર્યો મહેમાન છે, ગમે ત્યારે આવી જાય. પાકિસ્તાનમાં ક્રિકેટની એક મેચ દરમિયાન હાર્ટએટેકને કારણે એક ખેલાડીના મોતની ઘટના બની છે. સાથી ખેલાડીઓનું આવું મોત થતા ખેલાડીઓ શોકાતુર થયા હતા.

IMG 20220926 091358

હાલ આ ઘટનાનો એક વીડિયો વાયરલ થયો છે જેમાં શિનવારીને ચક્કર ખાઈને ઢળતો જોઈ શકાય છે. મેદાનમાં તેને હાર્ટએટેક આવ્યો હતો જોકે તેને હોસ્પિટલ લઈ જતા મોડું થયું હતું. પડ્યાં બાદ તેને તરત હોસ્પિટલ લઈ જવાયો હોત તો તેનો જીવ બચી ગયો હોત. પરંતુ કદાચ ભગવાન ને તેના નસીબમાં મોત જ લખ્યું હશે.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ગુજરાતી અખબાર કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *