ભાવનગર આવ્યા અને હિંમતભાઇની શાકપુરી ન ખાધી તો ભાવનગર આવવું તમારા માટે નકામું છે ! આટલા રૂપિયામાં આટલું સ્વાદિષ્ટ….

ભાવનગર આવો એટલે અહીંયાનાં સૌથી પ્રખ્યાત હિંમતભાઈ પુરીશાક વાળાની મુલાકાત લઈને પુરી અને બટેટાના શાકનો લાજવાબ સ્વાદ અવશ્ય માણજો. ખરેખર આ લોજમાં તમને ખૂબ જ નજીવા દરે શુદ્ધ અને સાત્વિક તેમજ સ્વાદીષ્ટ ભોજન મળી રહેશે. આ કોઈ ફાઈવ સ્ટાર હોટેલ નથી પરંતુ એક સામાન્ય એવી નાની એવી દુકાન હોવા છતાં પણ અહીંયા મળતા પુરી શાક આખા ભાવનગર શહેરમાં લોકપ્રિય છે.

IMG 20230822 111255

જ્યારે પણ તમે ભાવનગર આવવો એટલે એમ.જી રોડ પર આવેલ આ દુકાનની અવશ્ય મુલાકાત લેજો. છેલ્લા 46 વર્ષથી લોકોને પુરી શાક પીરસે છે. હા અહિયાની ખાસિયત એ છે કે, રસાવાળું બટેટાનું શાક જો તમે એકવાર ચાખી લેશો તો વારંવાર તમે અહીંયા શાકપુરી ખાવા માટે આવશો. અહીંયા જેવું સ્વાદિષ્ટ શાક બને છે, એવો ટેસ્ટ તમને બીજે ક્યાંય નહીં મળે આ વાતની ગેરેન્ટી છે. જો તમે બટેટા પ્રેમી હોય તો તમારા માટે આ જગ્યા બહુ જ ખાસ છે.

IMG 20230822 111506

અહિયાં પુરી તેમજ રોટલી અને ઊંધિયું, સેવ ટમેટાનું શાક, ચૂકી ભાજી, પંજાબી છોલે તેમજ રસાવાળું બટેટાનું શાક અને દાળભાત સાથે ડુંગળી અને છાસ પિરસવામાં આવે છે. આ તમામ વાનગીઓની કિંમત એક પ્લેટનાં માત્ર 40 રૂ.થી શરૂઆત થાય છે. કહેવાય છે કે, ભગવાન બાપા સીતારામની કૃપાથી 46 વર્ષથી લોકો માટે આ સ્થાન અતિ પ્રિય બની ગયું છે, અને અહિયાની પુરી શાક તો હવે ગુજરાત ભરમાં લોકપ્રિય બની ગયા છે.

IMG 20230822 111343

આ સિવાય ખાસ વાત એ કે, તમારા શુભ પ્રસંગે પુરી પણ બનાવી દેવામાં આવે છે અને અહીંયા પુરી કિલોના 160 રૂ ભાવે વેચાય છે, જેમાં તમને 70 થી 80 જેટલી પુરી મળી રહે છે. અહીંયા આવતા દરેક સ્વાદ પ્રેમીઓ માટે આ સ્થાન ખૂબ જ લોકપ્રિય છે અને ખરેખર જો તમેં પણ ભાવનગર આવવો તો આ સ્થાની અવશ્ય મુલાકાત લેજો. તમે બીજુ કંઈ પણ ખાઓ કે નહીં પણ શાકપુરી ખાવાનું ભૂલતા નહિ, એકવાર જો સ્વાદ માણશો તો બીજીવાર જરૂર આવશો.

IMG 20230822 111429

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *