ઓનલાઇન ખરીદી પહેલા સો વાર વિચાર જો! ગાડી વેચાણના નામે ગઠિયાઓએ કરોડોનું કૌભાંડ આચર્યું જાણો પુરી ઘટના…

ઓનલાઇન ખરીદી પહેલા સો વાર વિચાર જો! ગાડી વેચાણના નામે ગઠિયાઓએ કરોડોનું કૌભાંડ આચર્યું જાણો પુરી ઘટના. તમેં પણ નાની વસ્તુ પણ ઓનલાઈન વેબસાઈટ પરથી બુક કરતા હોવ તો ચેતી જજો. મહેસાણામાં ગઠિયાબાજે ઓનલાઈન સાઈટ પરથી લોકોને પોતાની ગાડી ખરીદવા આકર્ષિત કરતો હતો.

લોકોને કહેતો કે મારે રૂપિયાની જરૂર છે તેથી હું તમને મારી આ લક્ઝૂરિયસ ગાડી ઓછી કિંમતે વેચી રહ્યો છું. ત્યારપછી આંગડિયા દ્વારા તે આખી બુકિંગ અમાઉન્ટ અને પેમેન્ટ લઈ લેતો ને પછી ગાડીને બદલે ઠેંગો બતાવી ભાગી જતો હતો.

ઓનલાઈન વેબસાઈટ પર પોતાની ગાડીના બદલામાં મોરબી, ગાંધીનગર, રાજકોટ, અમદાવાદ, પોરબંદર, કચ્છ, સુરત સહિતના વિસ્તારથી લોકોને ખરીદવા આકર્ષિત કર્યા હતા. પ્રાપ્ત થતી વિગતો પ્રમાણે આ શખસે જુદા જુદા લોકો પાસેથી આંગડિયા દ્વારા રૂપિયા પડાવી લીધા અને ગાડી પણ નહોતી આપી.

તે શહેરના ઓટો કન્સલ્ટન્ટ સાથે પણ ફોનમાં વાત કરાવતો હતો. તેણે કહ્યું કે જુઓ આપણે ઓફિશિયલ જ કાર વેચવાનું કહીને બંને વચ્ચે લેવા દેવા વગર ઓનલાઈન નંબર મેળવી ઓટો કન્સલ્ટન્ટને મધ્યસ્થી રાખી દેતો હતો. આ કૌભાંડમાં તેણે 22 જેટલા ઓટો કન્સલ્ટન્ટને જબરી ગેમ રમીને ફસાવી દીધા હતા. અત્યારે 1 કરોડ રૂપિયાથી વધુનું ઓનલાઈન ગાડી વેચાણ કર્યું.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *