જેઠાલાલના ઘરે બંધાયા લીલા તોરણ! દીકરાના થયા ધામધૂમથી લગ્ન, લગ્નમાં દયાભાભી સહીત આ કલાકારોએ હાજરી આપી.. જુઓ તસ્વીર

હાલમાં સોશીયલ મીડિયા પર જેઠાલાલની ચર્ચાઓ ચારો તરફ થઇ રહી છે કારણ કે જેઠાલાલના ઘર આંગણે શરણાઈના સુર ગુંજી રહ્યા છે, હા તમને જાણીને નવાઈ લાગશે કે, જેઠાલાલ એટલે કે દિલીપ જોશીના દીકરા રિત્વિકના લગ્ન છે. હાલમાં ઘણી તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.

IMG 20231219 WA0022

દિલીપ જોશીના પુત્ર ઋત્વિકના લગ્ન આગલા દિવસે એટલે કે 17મી ડિસેમ્બરના રોજ સંપૂર્ણ રીત રિવાજ સાથે સંપન્ન થયા હતા. આ ભવ્ય લગ્નમાં ‘તારક મહેતા’ના ઘણા કલાકારોએ પણ હાજરી આપી હતી. ઉપરાંત, ‘દયાબેન’ એટલે કે દિશા વાકાણી, જે ઘણા વર્ષોથી શોમાંથી ગાયબ હતી, તે પણ ઋત્વિકના લગ્નમાં જોવા મળ્યા હતા.

IMG 20231219 WA0020

પોતાના લાડકવાયા દીકરાના લગ્નમાં વટ પાડવા માટે દિલીપ જોશી ઓફ-વ્હાઈટ શેરવાની સાથે ગુલાબી પાઘડી પહેરેલા જોવા મળ્યા હતા. સોશિયલ મીડિયા પર સામે આવેલી આ તસવીરો અને વીડિયો પર ફેન્સ ઘણો પ્રેમ વરસાવી રહ્યા છે. દિલીપ જોશી એક ગીત ગાતા જોવા મળ્યા હતા. એક તસવીરમાં અભિનેતા તેની પત્નીના હાથ પર મહેંદી લગાવતો જોવા મળે છે.

IMG 20231219 WA0019

લોકપ્રિય ગાયિકા ફાલ્ગુની પાઠકે પણ દિલીપ જોશીના પુત્રની સંગીત નાઈટમાં હાજરી આપી હતી. જે સ્ટેજ પર દિલીપ જોશી સાથે ફોટો ક્લિક કરાવતી જોવા મળી હતી. એક વીડિયોમાં દિલીપ જોશી પણ ડાન્સ કરતા જોવા મળે છે.આ પહેલા ગયા વર્ષે જેઠાલાલની દીકરીના લગ્ન પણ આ જ રીતે ધામધૂમથી થયા હતા અને હાલમાં દીકરાના લગ્ન પણ એટલા જ ભવ્ય રીતે કરવામાં આવ્યા છે

IMG 20231219 WA0023

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *