અલ્પાબેનના ડાયરામાં કમાએ એવી ધૂમ મચાવી દીધી કે હવે વિડીયો થઈ રહ્યો છે ખુબ વાયરલ!! જુઓ આ ખાસ વિડીયો

લોક ડાયરાની ઓળખ એટલે કોઠારીયા ના કમાનું નામ લોક મોઢે પહેલા આવે. આપણે સૌ કોઈ જાણીએ છે કે, કિર્તીદાન ગઢવી થી લઈને અનેક કલાકારોની સાથે કમાની હાજરી અચૂકપણે જોવા મળે છે. હાલમાં જ સોશિયલ મીડિયા પર કમાનો એક વિડીયો વાયરલ થયો છે. આ વિડીયો દ્વારા તમે જોઈ શકશો કે, કમા એ લોક ડાયરામાં રંગ જમાવી દીધો. ક્યાં જ્યાં લોક ડાયરાનું આયોજન થાય છે ત્યાં દરેક જગ્યાએ કમા ની હાજરી હવે નોંધાઈ રહી છે. ખરેખર કોઠારીયાના કમાનુ નામ હાલમાં ગુજરાત જ નહીં પણ વિદેશમાં પણ એટલું જ લોકપ્રિય છે.

હાલમાં કમાનો એક વિડીયો સામે આવ્યો છે, આ વીડિયોમાં જોઇ શકશો કે લોક ગાયિકા અલ્પાબેન પટેલ અને કમા ની જુગલબંધી જોવા મળી હતી. અલ્પાબેન પટેલના સૂરમાં કમા એ રંગ રાખ્યો હતો. આપણે સૌ કોઈ જાણીએ છે કે, કોઠારીયા આયોજિત ડાયરામાં જ્યારે કમા એ રસિયા રૂપાળા ગીત પર ઝુમ્યો હતો ત્યારે જ તેના જીવનમાં એવો વળાંક આવ્યો કે આજે કમા ની હાજરી લોક ડાયરામાં નોંધાઈ રહી છે.

કમા એ અલ્પા બેન પટેલ દ્વારા ગાવામાં આવેલ ભજનના તાલે મંત્રમુગ્ધ થયેલ અને આ વિડીયો હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. લોકો ને પણ કમાનો આ વિડીયો ખૂબ જ પસંદ આવી રહ્યો છે. આ વિડીયો જોઈને એટલું તો ચોક્કસ પણે સમજાય કે કમા ની લોકપ્રિયતા કેટલી છે! માત્ર ગુજરાત જ નહીં પરંતુ લોક ડા યરા થકી કમા એ દુબઈ સુધી પણ પોતાની સફર કરી છે અને આજે તમામ કલાકારોની હરોળમાં કમો બેસે છે.

લોક ડાયરામાં સ્ટેજ સુધી પહોંચવા લોકો અનેક ગણો સંઘર્ષ કરતા હોય છે પણ કમા એ પોતાની આવડત અને ભક્તિ ભાવ થકી રાતોરાત જે લોકપ્રિયતા મેળવી તે ખૂબ જ મોટી વાત છે, ભાગ્યે જ કોઈ કલાકાર હશે જેમને ટુંક જ સમયમાં આટલી મોટી સફળતા મળી હોય. આજના સમયમાં લોકો કમાનો ચીફ ગેસ્ટ તરીકે પણ આમંત્રિત કરે છે

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *