અમદાવાદના આ વ્યક્તિની ઈમાનદારીના જેટલાં વખાણ કરો એટલા ઓછા!! પૂરો કિસ્સો જાણી તમે પણ વખાણ કરી થાકી જશો …..

આજના સમયમાં માણસોમાં ઈમાનદારી (Honesty) બહુ ઓછા લોકોમાં જોવા મળે છે પરંતુ આજમાં સમયમાં એવા પણ વ્યક્તિ છે જેનામાં આજે પણ માનવતા જીવંત છે. આ વ્યક્તિ દરેક લોકો મારે પ્રેરણા સ્ત્રોત સમાન છે. કોઈને 20 કે 100 રૂપિયા મળે તો પણ નથી મુક્તા ત્યારે આજે એક એવા વ્યક્તિની વાત કરીશું કે જેણે 8 લાખ જેટલી કિંમતી સમાનનું પાકીટ ફરી મૂળ માલિકને પરત કર્યા.

આ કિસ્સામાં સૌથી ચોંકાવનારી વાત એ છે કે, આ વ્યક્તિએ બે વર્ષ સુધી આ ઘરેણાં સાચવી રાખ્યાં. આ બનાવ અંગે વધુ વિગતવાર માહિતી જાણીએ તો બાવળાની એક હોટેલના માલિકને બે વર્ષ પહેલાં ઘરેણા ભરેલું પાકીટ મળ્યું હતું. પાકિટનાં માલિકને શોધવાનો પ્રયત્ન કર્યો પણ કોઈ અતોપતો ન લાગ્યો.

દિવ્યભાસ્કરના અહેવાલ પ્રમાણે જાણવા મળેલી માહિતી મુજબ આ બનાવ અંગે જાણીએ. સુરેન્દ્રનગર ના અંકિતા બેન આજથી 2 વર્ષ પહેલાં સુરેન્દ્રનગર (Surendnagar) એક લગ્નમાં જતા હતા ત્યારે જ તેમણેબગોદરા હાઇ-વે પરથી પસાર થતી વખતે અંબર હોટલ પાસે તેમના દીકરાએ પાકીટ ફેંકી દીધું હતું જેમાં રોકડ રકમ, સોનાનાં ઘરેણાં સહિત 7 થી 8 લાખ રૂપિયાનો કિંમતી સમાન હતો.

આ પાકીટ અંબર હોટેલના (Ambar hotel)માલિક મહેંદીભાઈને મળ્યું અને તેમની ઈમાનદારી એવી કે મૂળમાલિક શોધવાનો પ્રયાસ કર્યો પણ ન મળ્યું. આ કારણે તેમણે આ પાકીટ પોતાની પાસે રાખ્યું. આખરે તેમણે પાકિટમાં રહેલા ડોક્યુમેન્ટ જોયા તો અંકિતા લખેલો કાગળ મળ્યો.

આ કારણે તેમને સોશિયલ મીડિયામાં (Social media )તેમને શોધવાનો પ્રયાસ કર્યો. આખરે તેમને ઇન્સ્ટાગામમાંથી મળી આવ્યા અને અંકિતા ફેશન ડિઝાઈનરની (Fashion designer) કામગીરી કરતાં ફોટો વીડિયો જોયા અને તેમાંથી તેમણે ફોન કર્યો અને આખરે એ ઘરેણાં પરત કર્યા.અંકિતાબેને મહેંદીભાઇને પોતાની ઈમાનદારી બદલ પુસ્સ્કાર આપેલ છતાં તેમણે સ્વીકાર ન કર્યો.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *