સુરત જિલ્લા નુ ગજબ નુ ગામ ! દરેક ઘરે થી વિદેશ મા વસે અને અનેરો છે ઈતીહાસ…જાણો વિગતે

આપણા ગુજરત રાજ્યમા અનેક ગામડાઓ આવેલા છે અને ઘણા બધા એવા ગામ છે કે તેની આગવી ઓળક છે તો ઘણા એવા ગામ પણ છે કે જેનો વિકાસ નથી થયો ત્યારે આજે અમે તેમને ગુજરાત ના સુરત જીલ્લાના એક અનોખા ગામ વિશે જણાવીશું જે ગામ મા અનોખી જાગૃતિ આવી છે અને ગાણ ના ઘણા સભ્યો NRI છે અને અમુક સમય ના અંતરે તેવો ગામ મા આવે છે.

images.jpeg 678

આપણે જે ગામ ની વાત કરીએ છીએ એ ગામ સુરત જીલ્લા ના કામરેજ તાલુકાના તાપી નદીના કિનારે આવાલુ છે. અને સુરત શહેર થી 29 કિલો મીટર ના અંતરે આવેલું છે. શિક્ષણ પ્રત્યે ની જાગરુતી ને કારણે દરેક ઘરે થી કોઈ ને કોઈ વિદેશ મા વસેલુ છે. આમ છતા ગામના લોકો પોતાનું મુળ વતન ધાતવા ગામ એ ભૂલ્યા નથી. વિદેશ મા વસતા લોકો નવેંબર અને ડીસેમ્બર મા ગામે આવે છે ત્યારે ગામ મા તહેવાર જેવો માહોલ જોવા મળે છે.

જો ધાતવા ગામની વાત કરવામા આવેતો ગામ નાનુ છે પરંતુ અહીના લોકો ની સમય અને જાગૃતતા નાની નથી. ગામની જનસંખ્યાની વાત કરવા મા આવે તો કુલ વસ્તી 1069 છે જેમા કુલ 242 કુટુંબ વસે છે જેમા થી 535 પુરષ અને 534 મહીલા છે. ગામ નુ ક્ષેત્રફળ 387 હેક્ટર છે અને ગામ મા શાક્ષરતા નો દર પણ ઉંચો છે. ગામ મા સુરત ના જીલ્લા પંચાયત હસ્તક ચાલતી 1 થી 4 ધોરણ સુધી ની શાળા છે અને વધુ અભ્યાસ માટે કામરેજ ગામ મા આવેલ શાળા મા જવુ પડે છે.

images.jpeg 679

ગામ ની શાળા મા કુલ 80 જેટલા વિદ્યાર્થી ઓ અભ્યાસ કરે છે જેમા બે મુખ્ય શિક્ષક નરેન્દ્રભાઈ પટેલ અને ભીખુભાઈ ફરજ બજાવે છે. ગામમાં મુખ્ય ફળિયામાં પટેલ ફળિયું, લીંબડી ફળિયું, ગીરનાર ફળિયું, ક્રિષ્નાનગર, વચલું ફળિયું, ચકલી ફળિયું, કોલોનીનો સમાવેશ થાય છે.

images.jpeg 680

હાલ ના સમય મા આધુનીક યુગ મા મોબાઇલ નો જમાનો આવ્યો પણ આ અગાવ જયારે ટપાલ થી સંદેશ ની આપ લે થતી ત્યારે ભાગ્યે જ કોઈ કામ મા ટેલીફોન ની સુવીધા હતી પરંતુ એ સમય આ ગામ મા બી.એસ.એન.એલ ના ટેલીફોન ની સુવીધા આ ગામ મા ઉભી કરવામાં આવી હતી. જ્યારે પાણી ની સુવીધા ની વાત કરવામા આવે તો એક મોટી પાણીની ટાંકી આવેલી છે જેની કેપેસીટી એક લાખ લીટર ના પાણી નો સમાવેશ થાય છે અને ગામ ના લોકો ને પાણી મળી રહે છે.

એક સમય હતો જ્યારે પાયા નુ શિક્ષણ મેળવવુ એ પણ કપરા ચઢાણ જેવુ હતુ પરંતુ ધાતવા ગામ નુ શિક્ષણ પ્રત્યે ની જાગૃતતા વર્ષો પહેલા ની તપસ્યા નુ ફળ છે તેમ કહી શકાય કેમ કે જે તે સમયે ગાયકવાડ સ્ટેટ ના સમય મા શ્રીમંત મહારાજા પ્રતાપસિંહ દ્વારા નવાસરી પ્રાંત ના કામરેજ ના ધાતવા ગામ મા સાર્વજનીક લાઈબ્રેરી નુ નિર્માણ કરાવ્યું હતુ.

images.jpeg 681

ધાતવા ગામ નદી કીનારે આવાલુ ગામ છે સુંદરતા ની સાથે આ ગામ ધાર્મિક દ્રષ્ટીએ પણ આસ્થા ધરાવતું ગામ છે ગામ મા મંદીરો આવેલા છે જેમા રાધે ક્રિષ્ના અને ભાથીજી નુ મંદીર આવેલુ છે. આ ઉપરાંત આ ગામ ની આર્થીક સ્થિતિ ખેતી અને પશુપાલન આધારીત છે જેમા મુખ્યત્વે કેળા, શેરડી અને શાકભાજી નો પાક લે છે જયારે 150 લીટર જેટલું દુધ ભારવામા આવે છે.

મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે દરેક વ્યક્તિના જીવનમાં પાણી ની ખાસ્સી જરૂર પડે છે માટે પિવા લાયક શુદ્ધ પાણી મળી રહે તેવી વ્યવસ્થા હોવી જોઈએ જો કે આ ગામમાં વસતા લોકો અને ગામના મૂળ વતનીઓ કે જેઓ વિદેશ માં વસે છે, તેમણે આ પાયાગત ને જાણી અને પીવા લાયક પાણી ની સુવિધા કરી જણાવી દઈએ કે વર્ષ 1995 માં અહીં ના એનઆરઆઈ અરવિંદ ભાઈ સીતારામ ભાઈ ભક્ત દ્વારા અહીં પીવાના પાણી માટે આરઓ ની સુવિધા કરવામાં આવી હતી જેનું સંચાલન હાલમાં ગામના યૂવક કરે છે.

જો કે ગામ શબ્દ બોલતા જ કાચા મકાન અને કાચા રસ્તા યાદ આવે પરંતુ અહીં એવું નથી અહીં ગામના લોકો ભલે વતન છોડીને વિદેશ ગયા હોઈ પરંતુ તેમની લાગણી વતન પ્રત્યે આજે પણ એટલી જ છે, તેના જ ભાગ રૂપે આ ગામના લોકો કે જેઓ વિદેશમાં રહે છે, તેમણે એક સાથે મળીને ગામમાં પાક્કા રસ્તા બનાવવા માટે કામ કર્યું જેના કારણે હાલમાં અહીં દરેક ગલીમાં આર.સી.સી રોડ અને દરેક ઘરો પાસે સ્ટ્રીટ લાઈટ પણ જોવા મળે છે.

જણાવી દઈએ કે ગામની વસ્તી ભલે ઓછી હોઈ પરંતુ અહીં ઘણી પાયાગત સગવડો પણ છે. ગામમાં 1000 લોકોની જ વસ્તી છે છતાં પણ અહીંના રાધા ક્રિષ્ણા મંદિર ની પાસે પોસ્ટ ઓફિસ છે અને એક આંગણ વાડી કેન્દ્ર પણ છે. જો કે અહીં વસતા લોકો માટે આરોગ્ય કેન્દ્ર આસરે 7 કિમિ દૂર ઓરણા અને 2 કિમિ દૂર આવેલા ડુંગરા પેટ જવું પડે છે. આ ઉપરાંત જો વાત પરિવહન સેવા અંગે કરીએ તો અહીં ઓછું વસ્તીમાં પણ એસટી બસની સુવિધા મળે છે.

જણાવી દઈએ કે ધાતાવા ગામ તાપી નદી પાસે છે. અહીં પહેલી બસ 10 વાગ્યે આવે છે જે બાદ બીજી બસ બોપોરે ત્રણ વાગ્યે આવે છે જયારે છેલ્લી બસ સાંજના 7 વાગ્યે આવીને અહીં જ રહે છે. જે સવારે 6 વાગ્યે સુરત રવાના થાય છે, આ ઉપરાંત નદીમાં પરિવહન માટે ખાનગી હોડીની સગવડતા પણ છે. જણાવી દઈએ કે તાપી નદીના એક કિનારે ધાતવા ગામ છે જયારે બીજા કિનારે ધલા ગામ આવેલું છે માટે અહીંના લોકો એક બીજા ગામમાં જવા માટે હોડીનો ઉપયોગ કરે છે.

જાણકારી માટે જણાવી દઈએ કે આ બંને ગામ વચ્ચે રસ્તાના માર્ગથી અંતર કાપવા માટે આશરે 17 કિમિ અને 1 કલ્લાક નો સમય જોઈએ છીએ જયારે હોડી દ્વારા 15 મિનિટ માં અને માત્ર 1 કિમીના અંતર માં એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચી શકાય છે. અહીં ચલાવવામાં આવતી ખાનગી મોટર વાળી હોડીમાં વ્યક્તિ અને મોટર સાઇકલ ના હેરફેર માટે અલગ અલગ ચાર્જ છે. જો વાત આ ગામના લોકો અંગે કરીએ તો અહીંના લોકો મૉટે ભાગે અમેરિકા અને કેનેડા ઉપરાંત ઇંગ્લેન્ડ અને ફ્રાન્સ જેવા દેશો માં રહે છે. જો કે વર્ષમાં એકવાર તો તેઓ ગામની મુલાકાત જરૂર લે છે.

જો કે આ ગામના લોકોએ વિદેશમાં પણ દેશનું નામ ઉંચુ કર્યું છે. જણાવી દઈએ કે ગામના રહેવાસી અનિલ ભાઈ નટવર ભાઈ પટેલ વર્ષ 2003 થી લઈને વર્ષ 2010 સુધીમાં બે વખત એશિયન અમેરિકા હોટલ ઓનર્સ એસોસિએશન ના ડાઈરેક્ટર પદ પણ રહ્યા હતા. જો કે ગામના લોકો નોકરી ધંધા અને ભણતર માં તો હોશિયાર છે જ સાથો સાથ તેઓ ઘણા આસ્થાવાન પણ છે, તેવોજ એક બનાવ વિશે આપણે અહીં વાત કરવાની છે, અહીંના રહેવસી વસંત ભાઈ ઉત્તમ ભાઈ પટેલ કે જેઓ વર્ષ 1970 માં અમેરિકામાં જ અભ્યાસ બાદ સ્થાઈ થયા હતા. અને નોકરી તથા મોટ્લ નું પણ કામ કર્યું હતું. જે બાદ પરિવાર ના લોકોને પણ અહીં બોલાવ્યા હાલમાં તેમનો પરિવાર અમેરિકામાં જ રહે છે.

જણાવી દઈએ કે વસંત ભાઈ દાદા ભગવાન સાથે પણ જોડાયા હતા અને તેમની સેવાકીય પ્રવૃત્તિમાં પણ તેમણે ઘણું કામ કર્યું વર્ષ 1984 માં કામરેજ ચાર રસ્તા પાસે દાદા ભગવાન ના મંદિર નું ખાતમુરત કરવામાં આવ્યું અને વર્ષ 2009 માં હોલિસ્ટિક સાયન્સ રિસર્ચ સેન્ટર ની શરૂઆત થઇ જેની જવાબદારી વસંત ભાઈ પટેલે ઉપાડી છે. જો વાત ગામ ના ડેવિસ શાંતિલાલ પટેલ અંગે કરીએ તો જણાવી દઈએ કે તેઓ એક સહકારી નેતા છે તેમણે કામરેજ વિભાગ સહકારી ખાંડ ઉદ્યોગ મંડળી ની ખેડૂત ભેઠક માં બે વાર અને કામરેજ વિભાગ નાગરિક સહકારી ધિરાણ મંડળીમાં માનદ મંત્રી અને પ્રમુખ મંત્રી પણ બન્યા હતા.

ગામમાં વસતા અનેક લોકોએ સેવાકીય ક્ષેત્રમાં પણ ઝંપલાવ્યું છે અને સહકારી અને રાજકીય ક્ષેત્રે અનેક નામના પણ મેળવી છે. આવા જ એક વ્યક્તિ અશ્વિન ભાઈ દાસ ભાઈ પટેલ છે કે જેમને લોકો અશ્વિન ભાઈ દાઢીના નામથી ઓળખે છે. જણાવી દઈએ કે તેમણે ભાજપ પક્ષ સાથે જોડાયેલા રહીને અલગ અલગ પદ ઉપર અનેક કર્યો કાર્ય છે. જણાવી દઈએ કે ગામના લોકો રમત ગમત માં પણ આગળ છે અને વિકેટથી વિકટ પરીસ્થીમાં કઈ રીતે ટકી રહેવું તેના માટે ગામના એક વ્યક્તિ મિસાલ સમાન છે.

મિત્રો જો વાત ગામમાં વસતા મેહુલ ભાઈ અંગે કરીએ તો જણાવી દઈએ કે તેઓ ખાતીના કામ સાથે જોડાયેલા છે, અને ક્રિકેટ ના એક સારા ખેલાડી પણ છે. જો કે થોડા સમય પહેલા અકસ્માત ના કારણે તેમને પોતાનો એક પગ ખોવો પડ્યો હતો જો કે આવા કપરા સમયે પણ તેમણે હાર માનવ કરતા આગળ વધવાનું વિચાર્યું અને કુત્રિમ પગ લગાવીને ક્રિકેટ રમવાનું શરૂ કર્યું તેમની આ મહેનત રંગ લાવી અને તેમણે રાજ્ય અને સ્થાનિક કક્ષાએ અનેક પુરુષકારો પણ જીત્યા અને લોકો સમક્ષ નવી જ મિશાલ રજુ કરી.

આ ઉપરાંત જો વાત ગામના પહેલા વ્યક્તિ એટલે કે સરપંચ વિશે કરીએ તો જણાવી દઈએ કે હાલમાં જ ગામમાં યોજાયેલ ગ્રામ પંચાયત માં આ ગામ સમરસ બન્યું હતું. અને ગામના સરપંચ તરીકે કાર્તિક પટેલ ને નીમવામાં આવ્યા હતા જે બાદ સરપંચ અને તેમની ટિમ પણ લોકોને પ્રાથમિક સુવિધા આપવા માટે મહેનત માં જોડાઈ ગઈ છે.

જણાવી દઈએ કે ગામના લોકો રાજનીતિ અને વિદેશમાં વેપાર કરવા ની સાથે અભ્યાસ માં પણ ઘણા બુદ્ધિમાન છે, અહીંના એક વ્યક્તિ દેવરાજ પટેલ વર્ષ 2019 માં ફિઝિયોથેરાપિસ્ટ બન્યા અને કેનાલ પાસે સદભાવના હોસ્પિટલમાં ફરજ બજાવી રહ્યા છે. જણાવી દઈએ એ આ ગામના ભાવિન ભાઈ, ભરત ભાઈ અને ભાગુ ભાઈ તથા સંજય ભાઈ છેલ્લા આઠ વર્ષથી સંજીવની હોસ્પિટલમાં ગામના પ્રતિનિધિ તરીકે કામ કરે છે.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *