વરસાદે તો ભારે કરી!! લગ્નનું મુહર્ત જતું હતું પણ જાન વરસાદમાં અટકેલી હતી, પછી જનૈયાઓ એ જે કર્યું તે જોવાલાયક છે.. જુઓ વિડીયો

ભારત ભરમાં વરસાદે તો ભારે કરી છે. અતિ ભારે વરસાદના કારણે લોકોને ભારે મુશ્કેલીઓ વેઠવી પડે છે. આપણે જાણીએ છે કે. ગુજરાત સહિત અન્ય રાજ્યોમાં મેઘરાજા ધોધમાર વરસી રહ્યા છે, ત્યારે હાલમાં જ ભારે વરસાદ વચ્ચે એક અનોખો વિડિઓ વાયરલ થયો છે. આ વિડીયો જોઈને તમારું પણ હૈયું કંપી જશે. આ ઘટના પરથી એ તો નક્કી કહેવાય કે માણસ ધારે તો આપત્તિને પણ અવસરમાં બદલી શકે છે.

વાત જાણે એમ છે કે, લગ્નનું મુહર્ત જતું હતું પણ જાન વરસાદમાં અટકેલી હતી, પછી જનૈયાયઓ એ જે કર્યું તે જોવાલાયક છે. ખરેખર સંકટ સમયે પણ માણસ એવી બુદ્ધિ દોડાવે છે કે આપણે તેની કલ્પના પણ ન કરી શકીએ. હાલમાં જે સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થઇ રહ્યો છે તે જોઈને એટલું તો સમજાય જશે કે માણસ જો ઈચ્છે તો ગમે તેવી મુશ્કેલીઓનો સામનો કરી શકે છે.

આ વાયરલ વિડીયો પાછળની સત્ય હકીકત જાણીએ તો.મધ્યપ્રદેશના નરસિંહપુર જિલ્લામાં ભારે વરસાદના કારણે રસ્તાઓ ધોવાઈ ગયા હતા અને ગોઠણભેર સુધી પાણી ભારે તાણ સાથે વહેતુ શરૂ થઇ ગયું હતું. આવી ભયંકર પરિસ્થિતિમાં પણ વરરાજા તથા જાનૈયાઓને રસ્તો પાર કરવા માટે રસ્તાની બંને બાજુ ટ્રેક્ટર સાથે જાડા દોરડા બાંધ્યા અને બે મિત્રો વરરાજાને તેમના ખભાના સહારે દોરડું બાંધીને રસ્તો પાર કરાવી લગ્ન મંડપ સુધી પહોંચાડેલ હતો અને લગ્નનું મહુર્ત સાચવ લીધું.

 

View this post on Instagram

 

A post shared by AAPNU BHAVNAGAR (@apnubhavnagar)

આ વીડીયો એક રીતે ચેતવણી સમાન છે પરંતુ સાથોસાથ એક પ્રેરણાદાયક અને સ્કારાત્મ્ક સંદેશ પણ આપે છે. જો જીવનમાં ગમે તેવી મુશ્કેલીઓ હશે પરંતુ તમારા મિત્રો કે પરિવારજનો સાથ હોય તો તમે ગમે તેવું દુઃખનો પણ સામનો કરી શકો છો. પાણીના વહેતા પ્રવાહમાં પોતાના જીવની પરવાહ કર્યા વગર વરરાજાને સહી સલામત પહોંચાડેલ.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *