જુઓ શા માટે ખજુરભાઈ એ લોકો ને એક મહીના માટે કેદારનાથ બદ્રીનાથ ધામ જવાની ના પાડી ?? જુઓ વિડીઓ

હાલમાં જ કેદારનાથ અને બદ્રીનાથના કપાર ખુલતાં સૌ કોઈ ચારધામની યાત્રા પર જઈ રહ્યા છે. ખાસ કરીને ગુજરાતીઓ શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં ચારધામની યાત્રા પર જતા હોય છે. હાલાં જ ગુજરાતના લોક લાડીલા ખજૂરભાઈએ સૌ કોઈ ગુજરાતીઓને એક મહિના સુધી ચારધામની યાત્રા ન કરવા માટે વિનંતી કરી છે. ખજૂરભાઈ હાલમાં વિદેશ પ્રવાસ પર છે, છતાં પણ તે સૌ ગુજરાતીઓની ચિંતા કરી રહ્યા છે અને તેમની સુરક્ષા માટે ખાસ વિનંતી અને અપીલ કરી છે. ચાલો અમે આપને જણાવીએ કે ખજૂરભાઈએ શા માટે લોકોને ચારધામની યાત્રા પર જવાની ન પાડી છે?

ગુજરાતના લોક લાડીલા ખજૂરભાઈએ સૌ ગુજરાતઈઓને જણાવ્યું છે કે, જો તમે ચારધામની યાત્રા પર જવાનો પ્લાન બનાવી રહ્યા છો તો ન બનાવો, હાલમાં ભીડ બહુ છે. આપણા ગુજરાતીઓ ચારધામની યાત્રા પર બહુ જાય છે, હું તમામ ગુજરાતીઓને વિનંતી કરીશ કે, એક મહિના સુધી ચારધામની યાત્રાને ટાળો. હાલમાં ભીડ બહુ છે તેમજ હોટેલમાં પણ રેન્ટ વધારે છે. વાત પૈસાની નથી પરંતુ વ્યવસ્થાની છે. વ્યવસ્થા છે જ નહીં જેથી ચારધામની યાત્રા હમણાં કરવાનું ટાળો.

ખરેખર ખજૂરભાઈએ ખુબ જ સાચી વાત કહી છે. હાલમાં ચારધામની યાત્રા પર બહુ જ ભીડ છે અને આ કારણે અનેક દુર્ઘટનાઓ ઘટી શકે છે. હાલમાં જ અનેક ગુજરાતીઓ ફસાયા હતા, તેમજ અનેક દુર્ઘટનાઓ પણ સામેં આવતી હોય છે. સૌ કોઈ ગુજરાતીઓની સુરક્ષા માટે ખાસ ખજૂરભાઈએ ખાસ વિનંતી કરી છે, ખરેખર ચારધામની યાત્રાએ પરિવાર સાથે જવાનું વિચારી રહ્યા છો તો હાલમાં આ પ્લાનને જરૂરથી ટાળજો.

ખજૂરભાઈની આ વાત સાંભળીને સૌ કોઈ તેમના વખાણ પણ કરી રહ્યા છે તેમજ તેમની વાત સાથે સૌ કોઈ સહમત પણ થઇ રહ્યા છે. સૌથી ખાસ વાત એ છે કે હાલમાં તેઓ વિદેશ પ્રવાસ પર હોવા છતાં પણ તેઓ સૌ ગુજરાતીઓની ચિંતા કરીને તેમને આ ખાસ અપીલ કરી છે, જેથી કરીને કોઈપણ ગુજરાતીઓ મુશ્કેલીઓમાં ન મુકાય. ખરેખર ખજૂરભાઈના જેટલા પણ વખાણ કરીએ એટલા ઓછા છે, ખજૂરભાઈએ જે અપીલ કરી છે, તેને માનીએ અને ચારધામની યાત્રા એક મહિના સુધી ટાળીએ. તેમાં જ આપણી સુરક્ષા અને સલામતી છે.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *